કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ-માલપુરના તાલુકા ના વિકાસ માટે દ્રઢ પ્રયાસો સતત કરતા અને વિકાસ માટે સતત ચિંતા કરતા ઉત્સાહિત ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની આગેવાની હેઠળ બાયડ વિધાનસભાના બાયડ અને માલપુર તાલુકાના વિકાસ માટે સંગઠનના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલી પાંખ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મહત્વપૂર્ણ મીટીંગ યોજાઈ ગાંધીનગર ખાતે આજે યોજાઈ
આ મીટીંગમાં વિસ્તારોના મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને, જનહિતના વિકાસ પ્રકલ્પોની રજૂઆત કરવામાં આવી. બાયડ-માલપુરના લોકો માટે વ્યાપક વિકાસ અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર સાથે દ્રઢ પ્રયાસ કરવામાં આવશે. તેવી હૈાધારણા મુખ્પ્રધાનપદના તરફ થી આપવા માં આવી હતી
આ મિટિંગ માં તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા સંગઠનના પ્રમુખ પૂર્વ પ્રમુખ, સાબરડેરી ડ ચેરમેન શામળભાઈ પટેલ તથા સાબરડેરી ડેરીના ડિરેક્ટર સુભાષ ભાઈ પટેલ માલપુર અને બાયડ તાલુકા ના ભાજપ ના સદસ્યો જિલ્લા પંચાયત ના ભાજપ ના સદસ્ય, સરપંચના પ્રમુખો મહામંત્રી બક્ષીપંચ મોરચાના પ્રમુખો જિલ્લા પંચાયતના ચેરમેનો વગેરે લોકો ઉપસ્થિત હતા