Latest

સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ

ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ
ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ધોરણ ૧૨ના ૨૯ અને ધોરણ ૧૦ના ૫૦ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ  મેળવ્યો છે. જ્યારે ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ એવા છે કે જેમને અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે.

આ ઉપરાંત ધોરણ ૧૨ના ૬૩ વિદ્યાર્થીઓએ એ-૨ અને ૬૭ વિદ્યાર્થીઓએ  બી-૧ ગ્રેડ મેળવ્યો છે. દક્ષ ભંડારીએ બીએસટી, એકાઉન્ટ્સ અને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ, કરણદીપ ગિર, અરહમ જૈન અને મુકુંદ કનોડિયાએ બીએસટીમાં ૧૦૦માંથી ૧૦૦, મોહિત તિલવાનીએ અકાઉટ્સમાં ૧૦૦માંથી ૧૦૦, સ્નેહા રાઠી, પ્રિસા ગુપ્તા, મોહિત દિલવાલી અને આયુષી કોટેદેએ ગણિત અને ઇમ્પી વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૧૦ના ૯૭ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ, ૧૦૮ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ અને ૭૩ વિદ્યાર્થીઓએ બી-૨ ગ્રેડ મેળવ્યો છે.

શાળાનું ગૌરવ વધારનારા તમામ વિદ્યાર્થીઓએને શાળાના અધ્યક્ષ માવજીભાઈ સવાણી અને ઉપાધ્યક્ષ ધમેન્દ્રભાઈ સવાણીએ હાર્દિક અભિનંદન પાઠવવા સાથે જ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *