શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દેશમાંથી અને વિદેશમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે,
ત્યારે અંબાજી મંદિરમાં ગુજરાત બહારના ભક્તો પણ મોટી શ્રદ્ધા ધરાવે છે અને માતાજી ના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે તાજેતરમાં છત્તીસગઢ થી આવેલા પરિવારે અંબાજી માતાજીના દર્શન કર્યા હતા અને અંબાજી દાંતા રોડ ઉપર આવેલી નવોદય વિકલાંગ ટ્રસ્ટ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન આપીને શાળા મંડળના આશીર્વાદ લીધા હતા.
છત્તીસગઢના બુંદેલી ગામના કરુણાબેન મનીષભાઈ બોહરા (જૈન) તેમના 2 સંતાનો સોમીલ અને સાજલ સાથે અંબાજી અને ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અમદાવાદ ખાતે ટ્રેનમાં ઉતર્યા બાદ મોટરમાર્ગે અંબાજી અને ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
અંબાજીમાં 2 દિવસ રોકાણ કર્યું હતું ત્યારબાદ તેમને દાંતા રોડ પર આવેલી નવોદય વિકલાંગ ટ્રસ્ટ શાળામાં 40 જેટલા બાળકોને સેવ, દૂધપાક, પુરી અને શાક નું ભોજન આપ્યું હતું અને શાળા મંડળ નો આભાર માન્યો હતો. તેઓ ઘણા સમયથી આ શાળાના વિકલાંગ અને મંદ બુદ્ધિના બાળકોને ભોજન આપવા માટે અંબાજી આવવાનું નક્કી કર્યું હતું અને અંબાજી આવીને તેમને આવા બાળકોને આશીર્વાદ મેળવ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી