સાવરકુંડલા શહેરને નવી રોશની આપશે મુખ્યમંત્રી શહેરી સડક યોજના…!
સાવરકુંડલા શહેરી જનો વતી નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યોએ ધારાસભ્ય કસવાલાનો સહ્રદય આભાર માન્યો
ગુજરાત સરકારના મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત સાવરકુંડલા શહેરના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવાનું મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના સાવરકુંડલા શહેરમાં 1 થી 9 વોર્ડના રસ્તાઓના નવીનીકરણ માટે રૂ. 1004.90 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
આ યોજનાથી શહેરના 1 થી 9 વોર્ડના રસ્તાઓ નવા બનાવવામાં આવશે, જેનાથી વાહન વ્યવહાર સરળ બનશે અને નાગરિકોને સુવિધા મળશે ,આ યોજના સાથે સાવરકુંડલા શહેરનો સર્વાંગી વિકાસ થશે અને શહેરનું મુખ્ય ચિત્ર બદલાશે.,સારા રસ્તાઓના કારણે શહેરના નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક વાહનવ્યવહારની સુવિધા મળશે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 1004.90 લાખ મંજૂર કરવા બદલ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાહેબનો નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઇ નાકરાણી તેમજ તમામ સદસ્ય દ્વારા આ મંજૂર કરવવા બદલ આભાર માન્યો હતો.