Latest

સોનાનાં ચેઇન કિ.રૂ.૧,૫૮,૮૦૦/-સહિત કુલ રૂ.૧,૮૮,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચેઇનની ચીલઝડપનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્દભાઇ ચૌહાણને બાતમીરાહે હકિકત મળેલ કે,સફેદ કલરનો શર્ટ તથા ભુરા કલરનું લોઅર પહેરેલ માણસ કાળા કલરનું લાલ-સીલ્વર પટ્ટાવાળું હોન્ડા શાઇન મોટર સાયકલ રજી. નંબર-GJ-04-CM 5285 લઇને મહિલા કોલેજ સર્કલથી દિપક ચોક સર્કલ તરફ જવાનાં રસ્તા ઉપર ઉભા છે.

તેની પાસે સોનાનો ચેઇન છે.જે ચેઇન તે કયાંક થી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસ નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ.જે મુદ્દામાલ અંગે તેની પુછપરછ કરતાં આજથી આશરે ચારેક દિવસ પહેલાં મોટર સાયકલ મહિલા કોલેજ પાસે આવેલ દેરાસર પાસે મુકીને દેરાસરથી સવારનાં દસેક વાગ્યાની આસપાસ ઘર તરફ જતાં એક બહેનની પાછળ-પાછળ જઇ બહેન ફલેટમાં લીફટ પાસે ઉભા હતાં.ત્યારે તે બહેનનાં ગળામાંથી સોનાનાં ચેઇનનાં બે જાટકા મારતાં ચેઇન તુટી જતાં દોડીને મોટર સાયકલ પાસે આવી મોટર સાયકલ લઇને ભાગી ગયેલ હોવાનું અને આજે પણ પોતે મહિલા કોલેજ પાસે સોનાનાં ચેઇનની ચીલઝડપ કરવા માટે આવેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઈસમ  નરેશભાઇ માધાભાઇ ચૌહાણ/કોળી ઉ.વ.૩૦ ધંધો-હિરાનો રહે.મંગળસિંહ રાણાનાં મકાનમાં,પટેલનગર,મીલ્ટ્રી સોસાયટી પાસે,ભાવનગર મુળ-રાતળાવ તા.ધોલેરા જી.અમદાવાદ

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનું લાલ-સીલ્વરપટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન મોટર સાયકલ રજી.નંબર-GJ-04-CM 5285 કિ.રૂ.૩૦,૦૦૦/-
2. ફેન્સી ડીઝાઇનનો ૨૮ ઇંચ લંબાઇનો સોનાનો ચેઇન-વજન-૩૧ ગ્રામ ૪૧૦ મીલીગ્રામ નવી કિ.રૂ.૧,૫૮,૮૦૦/-મળી કુલ રૂ.૧,૮૮,૮૦૦/-નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ- ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૬૨૩૦૭૪૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ એ (૩) મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં મહેન્દ્રભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, હસમુખભાઇ પરમાર, પ્રજ્ઞેશભાઇ પંડયા, સંજયભાઇ ચૌહાણ તથા નેત્રમ કંટ્રોલ રૂમ ટીમ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *