Latest

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દિલ્હી અને નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન આણંદ વચ્ચે MOU કરવામાં આવ્યું

આજરોજ આણંદ ખાતે ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી અને આણંદ ના નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન વચ્ચે MOU કરવામાં આવ્યું.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ખાતે સામાજિક કાર્યો કરતી અને સામાજિક કાર્યો માં ખુબ સારું નામ ધરાવતી નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન સંસ્થા આવેલ છે. જે સંસ્થા સાથે ભારત ભરમાં ૨૨ જેટલા રાજ્યો માં પોતાનું કામકાજ ચલાવતી અને પત્રકારો ના હિત ને ધ્યાને રાખી પત્રકાર સુરક્ષા કાનૂન માટે લડત આપતી સંસ્થા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિત( Abpss) દિલ્હી ના પ્રદેશ સહ સંયોજક ભાવેશ મુલાણી ના પ્રયત્નો થકી નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન ના પ્રમુખ રિપ્પલબેન ડાભી તથા ઉપપ્રમુખ વિશ્વાબેન બારોટ સાથેની ચર્ચાને ધ્યાને લઈ એક MOU કરવાની કામગીરી માટે આણંદ ખાતે ભેગા થયેલ હતા. અને MOU ની કામગીરી ને આખરી ઓપ અપાયો હતો.

આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના ગુજરાત પ્રદેશ સહ સંયોજક ભાવેશ મુલાણી, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ના પ્રભારી જ્યોતિન્દ્ર ગોસ્વામી, પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર, પ્રિતેશ પારેખ તથા નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન ના પ્રમુખ રિપ્પલબેન ડાભી અને ઉપ પ્રમુખ વિશ્વાબેન બારોટ હાજર રહી પ્રસંગ ને પાર પાડ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *