Latest

પોરબંદર ચોપાટી ખાતે માય ભારત વોલીયેન્ટર દ્વારા બીચ સાફ સફાઈ કરાઈ

મહાત્મા ગાંધીની જન્મ જયંતી: પોરબંદર

સ્વચ્છતા આગ્રહી બનીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરીએ*: *કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા

જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા સહિતનાં મહાનુભાવો, યુવાઓ બીચનાં સાફ સફાઈ અભિયાનમાં જોડાયા


પોરબંદર તા.૨:
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ  નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલીયેન્ટર દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે અંગે જન જાગૃતિ આવે અને દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

  કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ૧૦ વર્ષ પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. પરંતુ સ્વચ્છતાએ વ્યક્તિનો મહત્વનો એક ભાગ છે. તે માટે પૂજ્ય ગાંધીજી દ્રારા વર્ષો પહેલા સમાજ સ્વચ્છતાનો વિચાર સમાજમાં મૂકવામાં આવ્યો હતો.

  આપણી તંદુરસ્તી, આરોગ્ય,વ્યવસ્થાઓની જાળવણી એ સ્વચ્છતાના એક વાક્યમાં સમાઈ જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનના આજે ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે માય ભારતનાં ૧ લાખથી વધુ વોલીયેન્ટર દ્વારા ૭૦૦૦ કિલોમીટર દરિયા કિનારાના ૧૦૦૦ સ્થાન પર યુવાનોએ સ્વચ્છતાની રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિકરણ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

  વધુમાં તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ ઘર અને આંગણા સ્વચ્છ રહે તે માટે
સ્વચ્છાગ્રહી બનીને વડાપ્રધાનશ્રીનું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરીએ તેમ વધુમાં ઉમેર્યું હતું

આ સફાઈ અભિયાન થકી બીચ પરથી પ્લાસ્ટિકની નકામી બોટલો, તૂટી ગયેલા ગ્લાસ, વનસ્પતિના  પાંદડાઓ, માછલી પકડવાની તૂટી ગયેલી જાળી સહિત નકામો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. અને
ચોપાટી પર સફાઈ અભિયાન દ્વારા પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરી પ્લાસ્ટિક સમુદ્રમાં નહીં નાખવાનો એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.

આ  ચોપાટી સફાઈ અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ડો. ચેતનાબેન તિવારી,પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા,જિલ્લા કલેકટર શ્રી એસ .ડી ધાનાણી, નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અધિકારી શ્રી દુષ્યંત ભટ્ટ,નેહરુ યુવા કેન્દ્ર પોરબંદરના અધિકારી શ્રી મેઘા સોનાવાલ સહિતનાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને  નાગરિકો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *