મતદારોને પ્રલોભન આપી ચૂંટણી આદર્શ આચારસંહિતાના ભંગ બદલ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૩(ખ) મુજબ ફરીયાદ દાખલ થઇ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૫ ડિસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાનાર છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંત માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાની ૧૦- દાંતા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર લાધુભાઇ ચાંદાભાઇ પારઘીએ તેમના મતવિસ્તારમાં તા.૨૬ નવેમ્બર-૨૦૨૨ના રોજ કણબીયાવાસમાં હાઇવે રોડની બાજુમાં બપોરના સમયે પ્રચાર દરમ્યાન નિવેદન કરેલ કે મારીબેન ઇંગ્લીશ દારૂ વેચતી હોય ને પકડે… કોઇ હવે ખુણામાં દારૂ નહીં વેચવાનો…. ટોપલામાં દારૂ વેચાવું જેવું નિવેદન કરી મતદારોને સીધી કે આડકરતી રીતે પ્રલોભન આપવાના ઉદ્દેશથી નિવેદન કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરી ગુનો કરતા તેમની સામે દાંતા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી હર્ષાબેન રાવલે દાંતા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૧૭૧(બી) તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૩ (ખ) મુજબ ફરીયાદ નોંધાવી છે.
ભાજપના ઉમેદવારનું ઉપરોક્ત નિવેદન સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ૧૦- દાંતા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી દાંતાએ વિડીયો સી.ડી. સાથે ફરીયાદ દાખલ કરવા હુકમ કરતા ભાજપના ઉમેદવાર લાધુભાઇ ચાંદાભાઇ પારઘી સામે ચૂંટણી આદર્શ આચારસંહિતા ભંગની ફરીયાદ દાખલ થઇ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી