Latest

અમદાવાદ સિવિલ ખાતે બ્લડ ડોનેશન કૅમ્પના આયોજનમાં એક દિવસમાં 133 યુનિટ એકત્ર થયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી ઇન્સ્ટિટયૂટ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિતલના નેતૃત્વ હેઠળ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દિગ્વિજય નગર તથા ડિપાર્ટમેન્ટ ઓફ IHBT( બ્લડ બેન્ક) અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસે આ કેમ્પ યોજાયો હતો.જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તથા દર્દીઓના સગા વહાલાઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં સમગ્ર દિવસ દરમિયાન કુલ ૧૩૩ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું.
હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે પણ બ્લડ ડોનેટ કરીને સૌ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *