શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે ગુજરાતમાં બીજા ચરણનું વોટીંગ 5 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયું છે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થવાનું છે ત્યારે બે દિવસ રજા નો માહોલ હોઈ વિવિધ નેતાઓ દેવ દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતાની પત્ની સાથે મંગળવારે બપોર બાદ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોટર માંગે પહોંચેલા અંબાજી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી મંદિરના વીઆઈપી ગેટ પર પહોંચ્યા ત્યારે તેમનું મંદીર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ તેમને માતાજીના ગર્ભગૃહમાં જઈને પૂજા અર્ચના કરી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકર દ્વારા તેમને વિશેષ પૂજા કરાવવામાં આવી હતી મુખ્યમંત્રીએ માતાજીની કપૂર આરતી પણ કરી હતી.
ભટ્ટજી મહારાજ દ્વારા મુખ્યમંત્રીને ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને માતાજીની મૂર્તિ પણ ભેટ આપવામાં આવી હતી,ત્યારબાદ તેમણે માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને અંબાજી મંદિરના શિખર પર જઈને ધજા અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ ગુજરાતનો વિકાસ થાય તે માટે તેમણે માતાજીને પણ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અને અંબાજી ભાજપ મંડળ હાજર રહ્યું હતું
અંબાજી પ્રહલાદ પૂજારી