Latest

દેશના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા

અંબાજી, સંજીવ રાજપૂત: દેશના સૌથી નાની વયના આઈપીએસ સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને દેશના વિકાસની વાત કરીહતી

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી મંદિર.દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં વિવિધ નેતા, અભિનેતા અને વીઆઇપી લોકો દર્શન કરવા આવતા હોય છે, ત્યારે અંબાજી મંદિરમાં ગુજરાતના બનાસકાંઠાના કાણોદરના પુત્ર અને દેશના સૌથી પ્રથમ નાની ઉંમરના આઈપીએસ અધિકારી સફિન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા હતા. મંદીરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મુકવામાં આવી હતી,ત્યારબાદ તેમને માતાજીની ગાદીના દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અંબાજી મંદિરમાં તેમને જણાવ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારુ ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ આજે ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છુ અને મને નવી ઊર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી મે માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે. સફીન હસન અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે અગાઉ માતાજીના દર્શન કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *