એબીએનએસ ગોધરા: દહીકોટ ખાતે યુનિટીના સભ્યોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં ગામના વડીલો, યુવાનો, સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ મિટિંગમાં તમામ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગામના વિકાશ લક્ષી પ્રશ્નો જેવા કે સ્મસાન બનાવવા તેમજ સ્મસાન સુધી ના રસ્તા, પેવર બ્લોક,આર.સી.સી રોડ, ગામના રોડ રસ્તાનું રી-રિપેરિંગ, ગામની સફાઈ જેવા અન્ય મુદ્દાઓ વીસે રજુવાત કરી હતી
જેમાં સરપંચએ ગામના તમામ પ્રશ્નો સાંભળીને તમામ પ્ર્શ્નોનું સોલ્યુસન ટૂંક સમયમાં થઈ જશે તેમ કહ્યું હતું અને હાલ 2 ઓક્ટોમ્બર મહાત્મા ગાંધી જયંતિ નિમિતે ચાલી રહેલા સ્વરછ્તા અભિયાનને ધ્યાને લઈ ગામમાં રોડ રસ્તાની જાહેર સ્થળોની સાફસફાઈ ની પણ કામગીરી સરપંચ અને યુનિટી ઓફ દહીકોટ દ્વારા કરવામાં આવી રહી છે તેમ જણાવ્યુ હતું અને વધુમાં યુનિટી ઓફ દહિકોટના તમામ સભ્યોએ જણાવ્યુ હતુ કે યુનિટી બનાવવાનો મુખ્ય હેતુ કે ગામની એક્તા જળવાઈ રહે. તેમ જણાવ્યુ હતુ…