છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલીઓ અને નવીન નોકરી લાગેલ આદિવાસી દીકરા દીકરીઓના દાખલાના વેરિફિકેશનમાં પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં આવતા દાંતા વિધાનસભા લડેલા ઉમેદવાર શ્રી લાધુભાઈ પારગી, દાંતા ભાજપ મંડળ પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહજી બડગુર્જર
,અમીરગઢ ભાજપ મંડળ પ્રમુખશ્રી ગણેશભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ ગમાર, પ્રદેશ ભાજપ મંત્રી આદિજાતિ મોરચો નિલેશભાઈ બુંબડીયા, દાંતા ભાજપ મંડળ મહામંત્રી શ્રીમનુભાઈ કોદરવી, અંબાજી ભાજપ આગેવાન લીંબાભાઈ ડુંગાઈશા, અમીરગઢ ભાજપના આગેવાનો હસમુખભાઈ એમ. બુંબડીયા
એસ.ટી.મોર્ચા પ્રદેશ કારોબારી સભ્ય , અમરાભાઇ એમ.ડામોર,જિલ્લા પંચાયત સદસ્યમોનાભાઈ ધૂળાભાઈ વાંસિયા, જિલ્લા એસ.ટી.મોરચા મહામંત્રી રામભાઈ એસ. ગમાર શક્તિ કેન્દ્ર સંયોજક ઢોલિયા આ સૌ આગેવાનોએ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રીકીર્તિસિહજી વાઘેલા સાહેબને રજૂઆત કરતા જીલ્લા ભાજપ પ્રમુખશ્રીની આગેવાનીમાં રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રૂબરુ મળી રજૂઆત કરી
મુખ્યમંત્રીશ્રીએ ત્વરિત કાર્યવાહી કરી આદિવાસી સમાજને દાખલા બાબતની પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજ દાખલાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ હવે પ્રશ્ન ઉકેલ આવે તેવું દેખાઈ રહ્યું છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી ,અંબાજી