26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ધ્વજવંદન અને વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનો પ્રજાસત્તાક પર્વ નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શક્તિપીઠ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત ધ્વજવંદન થી થઈ હતી. આ કાર્યક્રમમાં વિવિધ ધારાસભ્યો અને બનાસકાંઠાના સાંસદ હાજર રહ્યા હતા. બનાસકાંઠા કલેક્ટર મિહિરભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં પોલીસ દ્વારા પરેડ નું આયોજન કરાયું હતું અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને અધિકારીઓ ખુલ્લી જીપમાં સમગ્ર ગ્રાઉન્ડમા નજારો નિહાળ્યો હતો. ડોગ શો અને અશ્વ શો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિભાગમાં કરેલ સુંદર કામગીરીને અનુલક્ષીને પ્રશંસા પત્ર પણ આપવામાં આવ્યા હતા. દાંતા તાલુકાના વસી ગામે રહેતા દિલાવરખાન સોહરાબખાન પઠાણને પણ દાંતા પોલીસને આરોપીઓ પકડવામાં મદદગારી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. દાંતા તાલુકામાં દિલાવર ખાન પઠાણને સન્માનપત્ર મળતા તેમના મિત્રોમાં અને પરિવારમાં ભારે ખુશી જોવા મળી હતી.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી