સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે NSS ( રાષ્ટ્રીય સેવા યોજના ) ચાલે છે. વર્ષ દરમિયાન કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજ રોજ તારીખ 26/07/2022 ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત દાંતા તાલુકા મામલતદાર સાહેબ શ્રીમતિ હર્ષાબેન એન રાવલ , નાયબ મામલતદાર સાહેબશ્રી નરેશભાઈ એન શ્રીમાળી, નાયબ મામલતદાર સાહેબ શ્રીમતિ અરુણાબેન શ્રીમાળી, રેવેન્યૂ તલાટી સાહેબ જસવંતકુમાર આર ડાભી તથા શાળાના આચાર્યશ્રી એસ સી મહેતા ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ વૃક્ષનું મહત્વ શું છે તે બાળકોને સમજાવ્યું હતું .શાળાના વ્યાયામ શિક્ષકશ્રીઓ અને NSSના પ્રોગ્રામ ઓફિસરશ્રીઓએ ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું હતું. શાળાના તમામ બાળકોને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. શાળાના આમંત્રણને માન આપીને વરસાદ વિઘ્ન બન્યો હોવા છતાં મામલતદાર સાહેબ અને તેમની ટીમ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે બદલ શાળાના સુપરવાઈઝરશ્રી વિક્રમભાઈ પ્રજાપતિએ આભાર માન્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી