શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલુ છે.હાલમાં અંબાજી ખાતે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છ, ત્યારે આજે નવરાત્રી આઠમ નિમિતે સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ જવેરા આરતી પણ કરવામાં આવી હતી આજે આઠમનો અંબાજી મંદિર ખાતે હવન હોઇ દાંતા રાજવી પરિવાર સાથે અંબાજી આવે તે અગાઊ કુંભારીયા આદીવાસી પરીવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે સવારે દાંતા માર્ગ પર સોમીરાભાઈ ડુંગાઇચા દ્વારા દાંતા રાજવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને કુમકુમ તિલક કરીને ખાટલા પર બેસાડવામાં આવ્યા હતા રાજવી દ્વારા આદિવાસી પરિવારના ખબર અંતર પૂછ્યા હતા અને રાજવી અંબાજી માતા ખાતે હવન મા આહુતી આપવા આવ્યાં હતા અને આજે આસો નવરાત્રી આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો હવનનાં દર્શન કરવા આવશે
અંબાજી પ્રહલાદ પૂજારી