વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આજે
આણંદ જિલ્લાના કોઠીયા ખાડ, નાની શેરડી, અને નવાખલ ગામમાં પરિભ્રમણ
આણંદ, મંગળવાર :: વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને નાગરિકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોને ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહયાં છે.
આણંદ જિલ્લામાં આજે તા. ૦૩/૦૧/૨૦૨૪ ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૩૫ માં દિવસે યાત્રાનો રથ બોરસદ તાલુકાના કોઠીયા ખાડ અને નાની શેરડી તથા આંકલાવ તાલુકાના નવાખલ ખાતે પહોંચશે. આ રથના માધ્યમથી ગ્રામજનોને ગામો ખાતે જ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે વિવિધ લાભાર્થીઓને સરકારી યોજનાના લાભ આપવામાં આવશે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ