Latest

નવી દિલ્હી ખાતે અગામી 5 જૂલાઇ થી ABPSS ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે

પત્રકાર હિત માટે આ બેઠકમાં અનેક ઠરાવ પારીત કરવામાં આવશે : રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ સહિત ગુજરાતમાંથી પાંચ સભ્યો નું પ્રતિનિધિ મંડળ બેઠકમાં હાજરી આપવા રવાના

“પત્રકાર સુરક્ષા કાનૂન” નું અભિયાન વધુ તેજ અને વ્યાપક બનાવવા ખાસ રણનીતિ ઘડવામાં આવશે

રાજકોટ તા.4 દેશનાં સૌથી મોટા અને સુવિખ્યાત પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અગામી 5 અને 6 જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે યોજવા જઈ રહેલ છે.

સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂનને લઈને અભિયાન ચલાવી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તેના સ્થાપનાકાળથી આજ સુધીમાં પત્રકાર હિતમાં અનેક આંદોલનો દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યા છે ત્યારે છત્તીસગઢની તર્જ પર સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થાય તે બાબતને લઈને રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠકમાં ખાસ રણનીતિ ઘડવામાં આવશે તેમ જ પત્રકાર સુરક્ષા કાનુનના આંદોલનને સમગ્ર દેશના પત્રકારો સુધી લઈ જવા માટે થઈને વિશેષ અભિયાન ની જાહેરાત કરવામાં આવશે.

ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ પટેલની આગેવાનીમાં ગુજરાતનું પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ પણ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ ચૂક્યું છે. નવી દિલ્હી ખાતે ની બેઠકમાં હાજરી આપવા માટે જઈ રહેલા એબીપીએસસીના અધ્યક્ષ જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ છેલ્લા સાત વર્ષથી પત્રકાર સુરક્ષા કાનૂનને લઈને કામગીરી કરી રહેલ છે ત્યારે આ સંગઠનના પ્રયાસોથી છત્તીસગઢમાં પત્રકાર સુરક્ષા કાનુનને અનુમોદન મળેલ છે ત્યારે સમગ્ર દેશમાં અને તમામ રાજ્યોમાં પત્રકારોને સુરક્ષાની ખાતરી મળે તેમ જ સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં સરકાર તરફથી વિશેષ યોજનાઓ ઘડવામાં આવે તે માટે સમગ્ર દેશના પત્રકારોમાં તેમનાં સંગઠન દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સમગ્ર દેશના 22 થી વધુ રાજ્યોમાંથી રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્યો હાજર રહેશે અને બેઠકમાં પત્રકારોના હિત માટે અનેક મહત્વપૂર્ણ ઠરાવો પારીત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 593

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *