કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ની કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે તારીખ૨૬-૦૮-૨૦૨૨ ને શુક્રવારના રોજ શ્રી.જે.એસ.મહેતા હાઇસ્કુલ ધનસુરા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો.આ કલા મહાકુંભમાં ચિત્ર,નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા લગ્નગીત,ભજન,એક પાત્રીય અભિનય જેવી વિવિધ કૃતિઓ માં ૧૮૦ કરતા વધુ સ્પર્ધકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કલા મહાકુંભના ઉદ્ઘાટન સત્રમાં શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ દેસાઈએ ઉપસ્થિત મહેમાનો તાલુકા શાળાના આચાર્ય શ્રીઓ,શિક્ષકશ્રી ઓ સ્પર્ધક વિદ્યાર્થી ભાઈ બહેનો ને આવકારી જણાવ્યું હતું કે કલા કુંભના માધ્યમથી બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો અવસર મળે છે વિદ્યાર્થીઓએ આવી પ્રવૃત્તિઓમાં જોડાઈને પોતાનામાં પડેલી કલાને ઉજાગર કરવી જોઇએ.