કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રાવણ માસ નું ભારતીય સંસ્કૃતિ માં અનેરું મહત્વ છે.રાજ્ય માં શ્રાવણ માસ માં લોકોએ ભક્તિભાવ પૂર્વક ભગવાન ની પૂજા અર્ચના કરી હતી. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયો માં ભક્તો એ ભગવાન મહાદેવજી ના દર્શન કર્યા હતા.ધનસુરા માં આવેલ પૌરાણિક મંદિર દેવીયા મહાદેવ અને શુળપાણેશ્વર મહાદેવજી મંદિર સહિત તાલુકાના વિવિધ શિવાલયોમાં ભક્તો દર્શન માટે મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા.
ધનસુરા માં આવેલ દેવીયા મહાદેવજીનું મંદિર પૌરાણિક મંદિર છે આ મંદિર પાંડવોના સમયનું છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ પણ આવેલું છે અહીં શ્રાવણ માસ દરમિયાન લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા.શ્રાવણ માસ ના અંતિમ દિવસે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવ્યા હતા.ભક્તોએ ભગવાનને બિલિપત્ર ચડાવી અને દૂધ ચડાવી ભગવાનની પૂજા અર્ચના કરી હતી અને ધન્યતા અનુભવી હતી.શ્રાવણ માસના અંતિમ દિવસે ધનસુરા તાલુકાના શિવાલયો માં દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા અને શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.