એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)નો એક જૂનો અને જર્જરિત વીજપોલ જીવંત વાયર સાથે એક રહેણાંક મકાન પર પડયો હોયતો ભાગ્યવશતઃ કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટના સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કરતી છે.
સ્થાનિક ગ્રામજનો અને તલાટીએ 2024થી જ આ જર્જરિત વીજપોલ અંગે UGVCLને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી. છતાં, કંપની દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો આ ઘટના કોઈ મોટી દુર્ઘટનામાં ફેરવાત, તો તેની સમગ્ર જવાબદારી UGVCL પર આવત
હમણાંની આ ઘટનાને પગલે, ગામના લોકોએ અને સ્થાનિક તંત્રએ અન્ય એવા જ જોખમજનક વીજપોલ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વીજ વિભાગે આવતીકાલે સુધીમાં જવાબદારી નિર્ધારિત કરી યોગ્ય પગલાં ન લે, તો આગળની કાર્યવાહીના ઈશારા પણ મળી રહ્યા છે.
આ ઘટનાથી એ સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ તંત્રની દેખરેખ અને જર્જરિત વ્યવસ્થાનો તાત્કાલિક દરખાસ્ત મુજબ સુધાર કરવો જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરીથી ના બને તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.