ઉમરાળાના ઠોંડા ગામે પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર નવા બંદરના પોર્ટ ઓફિસર હિરેનભાઈ સોંદરવા,લાયઝન અધિકારી તરીકે ચોગઠ (સીઆરસી) મયુરધ્વજસિંહ ગોહિલ,સરપંચ પ્રતિનિધિ બાવચંદભાઈ જાદવ, ઠોંડા પ્રા.શાળાના આચાર્ય કોકિલાબેન રેવર સહિત શિક્ષક સ્ટાફ અને ગામના આગેવાનો અને વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા



ઠોંડા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક ગીત રજૂ કરી મહેમાનોનુ સ્વાગત કરી આવકાર્યા હતા ત્યારબાદ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ ૧માં નવા ૧૫ બાળકોએ પ્રવેશ લીધો હતો બાળકોને ઉત્સાહપુર્વક શાળામાં પ્રવેશ કરાવ્યો હતો બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમના અંતે અધિકારીઓ,શિક્ષકગણ, સરપંચ પ્રતિનિધિ અને આગેવાનોના હસ્તે બાળકોને શિક્ષણ કીટ પુસ્તકો સહિતનું વિતરણ કરાયુ અને શાળા કેમ્પસને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















