Latest

ધ્રોલ ભુચરમોરી ખાતે જિલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શાનદાર ઉજવણી કરાઇ

જામનગર: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના 74માં પ્રજાસતાક પર્વની ઉજવણી ધ્રોલ ભુચરમોરી ખાતે કરવામાં આવી હતી. મંત્રીશ્રીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ મંત્રીશ્રીએ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં મહામૂલું પ્રદાન કરનારા સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓ અને અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા આજથી 73 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આજે ભારતના બંધારણની 74મી જયંતિ છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં જી-20 સમિટ યોજાવાથી ગુજરાતનાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. જામનગર જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે અને ઉદ્યોગોના વધુ વિકાસ થકી જિલ્લામાં પણ રોજગારીની વધુ તકો સર્જાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી જામનગર જિલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જામનગરની મુલાકાત લઈ જિલ્લાને રૂ.૧૪૪૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રૂ.૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ, રૂ. ૫૬ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રીફરબીશ વર્ક સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર જિલ્લો કચ્છના અખાતને જોડતો વિશાળ સમુદ્ર તટ ધરાવે છે. અહીં બાંધણી ઉધોગ, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ પેટ્રો કેમિકલ્સ જેવી મહાકાય રીફાઇનરી, વિન્ડ ફાર્મ અને રાષ્ટ્રીય પક્ષી અભ્યારણ તેમજ વિવિધ હેરીટેજ ધરાવતો જિલ્લો ગૌરવ સમાન છે.

આજ આપણે જે જગ્યા પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ એ ધ્રોલના સર્વાંગી વિકાસ માટે પણ રાજ્ય સરકારે અનેક વિકાસકામો મંજૂર કર્યા છે. જેમાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં દરેક ઘરને રોજ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારની નલ સે જલ યોજના હેઠળ રૂ.૮.૮૮ કરોડના પ્રોજેક્ટ હેઠળના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જેમાં બે પાણીની ઉચી ટાંકી, બે અંડર ગ્રાઉન્ડ સંપ, ૭.૨ કિ.મી. મેઈન લાઈન, ૭.૨ કિ.મી. ઘર જોડાણ માટેની પેટા લાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં બગીચાના નવીનીકરણ માટે સરકારની આગવી ઓળખ યોજના હેઠળ શહેરમાં આવેલ કમલા નેહરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે રૂ.૩.૪૬/- કરોડની મંજૂરી મળેલ છે. જેનું કામ આગામી સમયમાં શરૂ થનાર છે. આ એમ્યુઝમેન્ટ બિલ્ડીંગમાં બાળકોના રમત-ગમતના વિવિધ સાધનો, આઉટ ડોર તથા ઇન્ડોર જીમ અને વોકિંગ ઝોન તેમજ ગાર્ડનની સુવિધા ઉપલબ્ધ હશે.

રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં ધ્રોલ તાલુકાની વિવિધ શાળાઓના વિધ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના 13 ટેબ્લો જેમાં ગૃહવિભાગ, 181 મહિલા હેલ્પલાઈન, આરટીઓ, વન વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, કૃષિ, ખેડૂત અને કલ્યાણ વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 108 ઇમરજન્સી સેવા, અભયમ, ખીલ ખિલાટ, ગ્રામ આરોગ્ય, કરુણા અભિયાનની કામગીરી અંગેના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે રૂ.25 લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો અને વોટર શેડ થકી વિકાસ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરેડમાં શામેલ વિજેતા થયેલ પ્રથમ ક્રમે મહિલા પ્લાટૂન, દ્વિતીય ક્રમે એનસીસી મહિલા પ્લાટુન, તૃતીય ક્રમે બિનહથિયારધારી પ્લાટુનના કમાન્ડોનું સન્માન કરવાના આવ્યું હતું. બાદમાં મંત્રીશ્રીના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું તેમજ જિલ્લાના 6 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે ભુચર મોરી મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા,ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, પ્રોબેશનલ આઇએએસ શ્રી પ્રણવ વિજય વરગિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી બી.એન. ખેર, જામનગર જિલ્લાના વિવિધ આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *