એબીએનએસ, વી.આર.ગોધરા (પંચમહાલ): જિલ્લા કલેકટર આશિષકુમારની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લામાં કાર્યરત પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ(SPCA)ની સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રાણી ક્રૂરતા નિવારણ (કેસ સબંધી પશુઓની દેખભાળ અને ભરણપોષણ) નિયમો-૨૦૧૭ હેઠળ કોર્ટ કેસ દરમિયાન પશુઓની દેખભાળ અને ભરણપોષણ માટે SPCA પંચમહાલની ઇન્ફરમરીને ચુકવવાની થતી સહાય અંગે, SPCA દ્વારા prevention of Cruelty to animals-1960ના ધારા-ધોરણ મુજબ SPCAના ઓથોરાઇઝ પર્સનની નિમણૂંક બાબત, ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગેની બાબતે, જિલ્લાની SPCA દ્વારા પશુચિકિત્સા અધિકારીની આઉટસોર્સથી નિમણૂંક કરવા તથા આઉટસોર્સથી વાહન ભાડે રાખવાની જોગવાઈ બાબતે તેમજ દરેક ગામ/શહેરમાં નિરાધાર પશુ-પક્ષીઓ માટે ઘાસચારા તેમજ ખોરાક પાણીની વ્યવસ્થા કરવા અંગેની વિનંતી સહિતની અન્ય બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.l