રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ને સોમવારના રોજ સવારે ૦૯ કલાકે યોજાશે.
જેમાં ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ અને પ્રોટોકોલ તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, સ્વતંત્રતા સેનાનીઓ અને વિશિષ્ટ કામગીરી કરનારા વ્યક્તિઓનું સન્માન કરાશે. તેમજ સાંસ્કૃતિક કૃતિઓ અને ટેબ્લો પ્રદર્શિત કરાશે.
















