ભાવના શાહ દિવ
દીવ, તા. 28-07-2022 :
તા.28-07-2022ના રોજ સવારે 11.00 કલાકે કલેકટર કચેરીના સભાગાર મા , દીવ ખાતે ડો. વિવેક કુમાર, નાયબ કલેકટર ની અધ્યક્ષતામાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ઘરે ત્રિરંગાનો કાર્યક્રમ ઉજવવા સંદર્ભે બેઠક મળી હતી. આ મીટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રેડ યુનિયન, ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, માછીમાર એસોસીએશન, વિવિધ ધર્મો, સમાજના પ્રતિનિધિઓ, હોટેલીયર એસોસીએશન અને ઓટો રીક્ષા એસોસીએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
નાયબ કલેકટરે હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને જાગૃત કરી કાર્યક્રમના એક્શન પ્લાનથી માહિતગાર કર્યા હતા અને જનતાને જાગૃત કરવા સહકાર આપવા અપીલ કરી હતી.
નાયબ કલેક્ટર ર્ડો. વિવેક કુમારે જણાવ્યું હતું કે, પ્રતિનિધિઓ પોતપોતાના પ્રભાવના વિસ્તારોમાં જનજાગૃતિ કરશે અને ત્રિરંગા કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં નાના વર્કશોપ યોજીને આ રાષ્ટ્રીય કાર્યક્રમ વિશે લોકોને તેની યોજના વિશે માહિતગાર કરે અને તેમને જાગૃત કરે.
ડો. વિવેક કુમારે વિવિધ પ્રતિનિધિઓને માહિતી આપી હતી કે આ ધ્વજ તમામ પંચાયત મુખ્યાલયો, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ ઑફિસ, વ્યાજબી ભાવની દુકાનો અને આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે અને તે ત્યાંથી પ્રતિકાત્મક રકમ આપી ને પ્રાપ્ત થશે.
આ ઉપરાંત જણાવ્યું હતું કે, પ્રતિનિધિઓના સહકારથી વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવશે કે 4 ઓગસ્ટ સુધી મા નાગરિકોને પ્રતિકાત્મક ચાર્જમાં તિરંગા મળી જય જેથી કરી ને . 13 થી 15 ઓગસ્ટ સુધી પોતપોતાના નિવાસસ્થાને, ધંધાના સ્થળ પર રાષ્ટ્રધ્વજ લગાવીને અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના પ્રેમ અને ગૌરવને વ્યક્ત કરી શકે.
નાયબ કલેકટરે એવી પણ માહિતી આપી હતી કે, હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 13મી ઓગસ્ટ 2022ના રોજ નાગવા ખાતે અને ગોમતી માતાના બીચ પર 4 થી 5 કિમી લાંબી વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવશે જેમ નાગરિકોની સંખ્યા વધુ હશે, જેના દ્વારા રાષ્ટ્ર પ્રેમ પ્રતિબિંબિત થશે.