કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રી ડુઘરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉ.મા વિધાલય તથા શ્રીમતી એમ કે કડકિયા વિધાલય માં અમૃત મહોત્સવ નિમિત્તે ધો. ૯ અને ધો. ૧૧ ના વિધાર્થીઓ ને કંકુ તિલક કરી પાઠ્યપુસ્તકો આપી ડુઘરવાડા ગામના વતની અને અમદાવાદ ખાતે અનુરાગ કેમિકલ્સ ના ઉધોગપતિ દાતાશ્રી શ્રી જયંતીભાઈ પટેલ તથા ગરીમા આસુતોષ ગોયલ દ્વારા શાળાના તમામ બાળકોને ચોપડા કંપાસ અને બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું હતું તે પછી ચાલુ વર્ષે શાળા નું પરિણામ સારું આવ્યું હોય આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલ તથા શિક્ષકો નું શ્રી ડુઘરવાડા કેળવણી મંડળ દ્વારા અભિનંદન પાઠવી ફુલછડી તથા ચાંદીના સિક્કા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
ગામમાં થી પધારેલ આમંત્રિત મહેમાનો તથા શ્રી કો.બે.પટેલ પુસ્તકાલય રીનોવેશનના દાતાશ્રી કાન્તિભાઈ હીરાભાઈ પટેલ ના સુપુત્ર કલ્પેશભાઈ તથા સંસ્થા ના દાતાશ્રી જશોદાબેન પટેલ તથા રમણભાઈ પટેલ રમેશભાઈ પટેલ દલાભાઈ ચાવડા તથા કારોબારી સભ્યો નું સન્માન કરવામાં આવ્યું હતું મંડળના પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ તથા મંત્રીશ્રી અમૃતભાઈ પટેલ તથા મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન માં શિક્ષણ અને બાળકો ના વિકાસ ની વાત કરી હતી…આ કાર્યક્રમ માં સંસ્થા ને માતબર દાન આપનાર દાતાશ્રી આર એસ પટેલ મહાસુખભાઇ પટેલ જયંતીભાઈ પટેલ સહિત તમામ દાતાશ્રી ઓને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત માં આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું શાળા ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કર્યું હતું કાર્યક્રમ નું સંચાલન શિક્ષકશ્રી પ્રફુલભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ તથા જીતુભાઈ ભાટીયાએ કર્યું હતું… અંતમાં કીરીટભાઇ પટેલે આભારવિધિ કરી રાષ્ટ્રગાન ગાઇ કાર્યક્રમ પુરો થયો હતો