Latest

પ્રથમ દિવસે ધો.૧માં બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

પ્રથમ દિવસે ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮,૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી

૮૨૩ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરૂઆત કરવામાં આવી

રાજ્યની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ. ૮.૪૬ કરોડના ખર્ચે ૧૪૧ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરાયુ

નાગરિકો દ્વારા રોકડ રૂ. ૮૭.૯૩ લાખ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત રૂ. ૮.૯૭ કરોડનો લોકસહકાર પ્રાપ્ત થયો

રાજ્યભરની આંગણવાડી- બાલમંદિરમાં ૪૩,૭૪૮ કુમાર અને ૪૦,૯૮૮ કન્યાઓ મળી કુલ ૮૪,૭૩૬ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો

શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ

શાળા પ્રવેશોત્સવને ઉત્સાહજનક વાતાવરણમાં સાચા અર્થમાં લોકોત્સવ બનાવવા બદલ શિક્ષણ મંત્રીશ્રીએ રાજ્યના નાગરિકો તથા સંસદ સભ્યશ્રી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો

……………..

રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તા. ૨૩ થી ૨૫ જૂન ૨૦૨૨ દરમ્યાન ૧૭ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદષ્ટિપૂર્ણ આ પહેલ દ્વારા આજે રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે અનેરી ક્રાંતિ જોવા મળી રહી છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઓછો અને એનરોલમેન્ટ રેશિયો લગભગ ૧૦૦ ટકા એ પહોંચવા આવ્યો છે. જે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના વિઝનની એક વિશેષ સિદ્ધિ ગણી શકાય. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૨,૦૦,૩૯૯ બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશ મેળવ્યો છે.

રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮,૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી હતી.

આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રી  સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળામાં ધો.૧માં ૧,૦૧,૬૦૬ કુમારો અને ૯૮,૭૯૩ કન્યા મળી કુલ ૨,૦૦,૩૯૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૪૦૯ કુમાર અને ૨૪૮ કન્યા મળી કુલ ૬૫૭ દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

મંત્રીશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને વધુ વેગ આપવા દાન-સહકાર આપનાર નાગરિકોની પ્રશંસા કરતા ઉમેર્યુ હતુ કે, શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા રોકડ રૂ. ૮૭.૯૩ લાખ (રૂ.૮૭,૯૩,૦૭૨) અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત રૂ. ૮.૯૭ કરોડનો (રૂ. ૮,૯૭,૪૩,૯૧૧) લોકસહકાર–દાન પ્રાપ્ત થયુ છે. એટલે કે રોકડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૯.૮૫ કરોડથી વધુની રકમનો લોકસહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે.

            મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૮.૪૬ કરોડના ખર્ચે ૧૪૧ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રાજ્યભરમાં ૮૨૩ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં નાના ભૂલકાને પણ પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યભરની આંગણવાડી- બાલમંદિરમાં ૪૩,૭૪૮ કુમાર અને ૪૦,૯૮૮ કન્યાઓ મળી કુલ ૮૪,૭૩૬ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો.

        મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે સમાજમાં દિકરીઓને શિક્ષણ આપવા માટે કેળવાયેલી જાગૃતતા આજે શાળા પ્રવેશોત્સવમાં જોવા મળી છે. ખૂબ જ ઉત્સાહ સાથે દિકરીઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે વાલીઓ આવ્યા હતા. સમાજની આ પહેલને હું હૃદયથી આવકારુ છુ. આવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન શાળા-શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જોડાણ બની રહે તેવી મારી લાગણી છે.

 મંત્રીશ્રીએ જણાવ્યુ કે આવનારા દિવસોમાં પણ ગ્રામજનો તેમજ નગરજનો આ જ ઉત્સાહ સાથે બાળકોના નામાંકન કરાવી રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મુહિમમાં જોડાયેલા રહે તેવી મારી અપીલ છે. આજે રાજ્યભરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ પણ થયા છે.

આજે પ્રથમ દિવસે પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સવ અને ઉલ્લાસના વાતાવરણમાં ગામે ગામ થઇ હતી. પ્રસંગને અનુરૂપ સજી−ધજીને ધોરણ−1માં નામાંકન માટે આવેલા બાળકોને ગામના મુખ્ય રસ્તાઓ ઉપર આનંદપૂર્વક ફેરવીને શાળામાં લાવવામાં આવ્યા હતા, જયાં શિક્ષકો, ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો દ્વારા તેમનું ખૂબજ ઉમળાકાભેર સ્વાગત કરાયું હતું. નવનામાંકિત બાળકોના કપાળે તિલક કરવામાં આવ્યા હતાં તથા મીઠાઇઓ અને ચોકલેટ દ્વારા તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. એટલુ જ નહિ શાળા એક આનંદદાયક સ્થળ છે તેવો અહેસાસ બાળકોને ઉત્સવના વાતાવરણ સાથે કરાવવામાં આવ્યો હતો.

પ્રાથમિક શાળાઓમાં બાળકો ખાસ કરીને કન્યાઓના ૧૦૦ ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે શાળા વ્યવસ્થાપન સમિતિ તથા સ્વ−સહાય જૂથોના ઉત્સાહભર્યા પ્રયાસો અને સહયોગના ગામે ગામ દર્શન થયા હતા.

નવનામાંકિત બાળકોને મફત પાઠયપુસ્તકો તથા સ્થાનિક વ્યકિતઓ/સમુદાયો ધ્વારા સ્કૂલ બેગ, પાટી−પેન, નોટબૂક, પેન્સિલ, યુનિફોર્મ તથા રમકડા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. તમામ ગામોમાં શાળા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વાલીઓ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતાં.

શાળા પ્રવેશોત્સવને ઉત્સાહજનક વાતાવરણમાં સાચા અર્થમાં લોકોત્સવ બનાવવા બદલ શિક્ષણ મંત્રીશ્રીએ રાજ્યના નાગરિકો તથા સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *