ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર અને કલેક્ટર કચેરી પાલનપુર જીલ્લો બનાસકાંઠા ના સંયુક્ત ઉપક્રમે આગામી ચોમાસુ 2024 ના સુરક્ષા ના ભાગરૂપે જ્યારે કોઈ આપત્તિનું નિર્માણ થતું હોય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી વોલેન્ટિયર કેવી રીતે કામગીરી કરી શકે તે રીતનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સ્ટેટ ફાયર પ્રીમેન્શન સર્વિસીસના કર્મચારીઓ દ્વારા ફાયર અંગેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું તેમાં તમામ આપદા મિત્રોને ફાયર સેફ્ટી અંગેના સાધન સામગ્રી કેવી રીતે ઓપરેટ કરવા તે અંગેનું વિશેષ નોલેજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 108 – જીવીકે દ્વારા પ્રાથમિક સારવાર અને બીજી મેડિકલ સેવાઓને લગતી માહિતી આપવામાં આવી હતી. આ સાથે સાથે તેઓને જ્યારે કોઈ રોડ અકસ્માત થાય ત્યારે ફર્સ્ટ એડ કેવી રીતે આપવું તેનું પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમ પૂર્ણ થતા SDRF માં મડાણા ડાંગીયા પાલનપુર દ્વારા શોધ બચાવ અંગે તેમજ પૂરમાં પોતાનો જીવ કેવી રીતે બચાવી શકાય તે મુજબની વિસ્તૃત તાલીમ નું આયોજન કરવામાં આવેલ હતું
આ સાથે સાથે સિવિલ હોસ્પિટલ પાલનપુરમાંથી ડોક્ટરની ટીમ દ્વારા હૃદય ફેફસા પુનઃ પ્રાણ સંચરણ અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી
અત્યારના સમયમાં જે હાર્ટ અટેકના લીધે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે જે બાબતે તેનું મુખ્ય કારણ શું છે અને લોકોને તેની પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી
આ તાલીમના મુખ્ય અધ્યક્ષ માનનીય નિવાસી અધિક કલેકટર સાહેબ શ્રી બનાસકાંઠા સી પી પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી
આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નિમણૂક પામેલા જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેકટર કચેરી પાલનપુરના સંજય કુમાર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું
આ સંપૂર્ણ કાર્યક્રમમાં તમામ આપદા મિત્રોને આમંત્રણ આપવા તેમ જ તેમનું રજીસ્ટ્રેશન તેમજ તમામ કાર્યક્રમનું સંપૂર્ણ રીતે દેખરેખ હિતેશભાઈ મેવાડા ટીમ લીડર આપદા મિત્રએ કર્યું હતું.
રિપોર્ટર અમિત પટેલ અંબાજી