શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આગામી ૧૨ થી ૧૬ ફેબ્રુઆરીના રોજ ગબ્બર ખાતે પરિક્રમા યોજવામાં જઈ રહી છે ત્યારે આજરોજ અંબાજી મંદિરના મીટીંગ હોલમાં જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં અંબાજી મંદિરના ચેરમેન વહીવટદાર અને અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગબ્બર તળેટી ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર ગિરનારની લીલી પરિક્રમા ની જેમ ગબ્બર ખાતે પરિક્રમા યોજાશે જેની રૂપરેખા આજે અંબાજી મંદિરના મીટીંગ હોલમાં આપવામાં આવી હતી. ગબ્બર ખાતે મહાશક્તિ યજ્ઞ યોજાશે ઢોલ નગારા સાથે માતાજીની પાદુકાઓ ગબ્બરના અલગ અલગ મંદિરોમાં લઈ જવાશે. પાંચ દિવસના કાર્યક્રમમાં ગુજરાતના આનંદ ગરબા મંડળ ભજન મંડળીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અંબાજી મંદિર દ્વારા વિવિધ કમિટીઓ બનાવવામાં આવી છે
અંબાજી પ્રહલાદ પૂજારી