જય રણછોડ માખણ ચોર ના નાદ થી ગઢડાની શેરીઓ ગાજી ઉઠી હતી .
ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ અને ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ આરતી ઉતારી ભગવાનના રથને પ્રસથાન કરાવ્યું હતું.
રથયાત્રા મા ૭૫ જેટલા વાહનો અને ૫૦ જેટલા અલગ અલગ ભારતની સસકુતી ની ઝાંખી કરતા ટેબલો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જયારે તમામ સમાજ દ્વારા ઠેર ઠેર રથયાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો નગરજનો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તા ના સ્ટોલ ઉભા કરાયા હતા. જગતના નાથ ના દર્શન કરવા માનવ મેદની ઉમટી હતી
બોટાદ જિલ્લાના ગઢડામા ૨૮ વર્ષ થી રાજયના ત્રીજા નંબરની જગન્નાથજી ની રથયાત્રા નીકળે છે પરંતુ કોરોનાના કારણે બે વર્ષ થી રથયાત્રા બંધ હતી પરંતુ આ વર્ષે કોરોના નહિવત હોવાને કારણે આજે ગઢડામા ૨૯ મી ભવ્ય રથયાત્રા નીકળી હતી.
આજે બપોરના બે કલાકે ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામી, સંતો તેમજ ધારાસભ્યો આત્મારામ પરમાર, સૌરભ પટેલ તેમજ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારી રથયાત્રા નુ પ્રસથાન કરાવ્યુ હતું જયારે રથયાત્રાના રૃટ પર ઠેર ઠેર ચા, પાણી, નાસ્તા, શરબત સહિતના સ્ટોલ લોકો દ્વારા ઉભા કરાયા હતા
.
ગઢડામા નિકળેલ ૨૯ મી રથયાત્રા મા ૭૫ જેટલા વાહનો જોડાયા હતા અને ડિજે ના તાલે જય રણછોડ ના નાદ સાથે યુવા ધન હિલોળે ચડીયુ હતું તેમજ અલગ અલગ રાસ મંડળી, અંગ કસરત ના દાવ, ભારતની સંસ્કૃતિ ની ઝાંખી કરતા અલગ અલગ ટેબલો રજુ કરાયા હતા સમગ્ર રથયાત્રા દરમિયાન ટેબલો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાન ને વધાવવા ગઢડાની બજારોમાં માનવ મહેરામણ ઉમટીયુ હતું અને મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન નો લાભ લીધો હતો જયારે સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને રથયાત્રા ની સુરક્ષા ને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતનો મસમોટો પોલીસ કાફલો ગોઠવાયો હતો તેમજ સમગ્ર રથયાત્રા નુ સીસીટીવી દ્વારા પણ પોલીસ દ્વારા સતત મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જયારે આમ ગઢડામા રંગેચંગે શાંતિપૂર્ણ અને કોમી એખલાસના વાતાવરણ વચ્ચે રથયાત્રા યોજાઈ હતી