બાળકોની પ્રકૃતિ ખીલવીને તેઓને ભણતર સાથે ગણતર
મળે તે જરૂરી સાથે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ – બાગાયત ખેતી નાયબ નિયામક વાળા
લાઈન – ઢબકતા ઢોલના નાદે આંગણવાડી અને ધો.૧ માં પ્રવેશ મેળવતાં ભૂલકાઓના કલરવથી શાળા ગુંજી ઉઠી
લાઈન – પ્રવેશોત્સવ દરમિયાન શાળાની વિઘાથીનીએ કાર્યક્રમ નુ સંચાલન કરી શાળાએ નવતર અભિગમ અપનાવ્યો
બોટાદ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. જેમાં ત્રીજા દિવસે ગઢડા ભડલીના ઝાપે બ્રાંચ શાળા નં ૧ મા બોટાદ જિલ્લાના બાગાયતી ખેતી નાયબ નિયામક વાળા અને ગઢડા માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુમલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાયો હતો. જિલ્લા બાગાયતી નિયામક વાળા, કિરીટભાઈ હુમલ સહિતના આગેવાનોએ ૧ ધોરણ મા પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકોની કીટ્સનું વિતરણ કરીને સ્વાગત કર્યુ હતું. ઢબકતા ઢોલના નાદે આંગણવાડી અને ધો.૧માં પ્રવેશ મેળવતાં ભૂલકાઓના કલરવથી શાળા ગુંજી ઉઠી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરના ભડલીના ઝાપે આવેલ બ્રાંચ શાળા નં ૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં આંગણવાડી તેમજ ઘો. ૧ મા પ્રવેશ મેળવતા બાળકોને ઢોલ નગારા અને શાળા ની વિઘાથીનીઓએ કુમકુમ તિલક કરી બાળકો નુ સ્વાગત કર્યું હતું જયારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ શાળા પરીવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનુ પુસ્તક આપી સ્વાગત કર્યું હતું
ગઢડા બ્રાંચ શાળામાં શાળા પ્રવેશોત્સવના પ્રસંગે જિલ્લા બાગાયતી નાયબ નિયામક વાળાએ જણાવ્યું હતું કે, બાળકોની પ્રકૃતિ ખીલવીને તેઓને ભણતર સાથે ગણતર મળે તે જરૂરી છે અને એ કાર્ય શાળામાં જ થઈ શકે છે. બાળકોમાં મૌલિકતા કેળવાય એ ખૂબ જ જરૂરી છે તેથી તેમની કલા-કૌશલ્યને ઓળખી તેનું ઘડતર કરવા શિક્ષકોને સૂચિત કર્યા હતાં તેમજ ગઢડા માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુમલે ધો ૧ મા પ્રવેશ મેળવતા બાળકોને શુભકામના આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા
ગઢડા ભડલીના ઝાપે આવેલ બ્રાંચ શાળા નં ૧ મા યોજાયેલ શાળા પ્રવેશોત્સવ મા બોટાદ જિલ્લા બાગાયતી નાયબ નિયામક વાળા, ગઢડા માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુમલ,પ્રવિણભાઈ લાવડીયા, શહેર ભાજપ મહામંત્રી હમીરભાઈ લાવડીયા, નગરપાલિકા સદસ્યો ઘનશયામભાઈ ડવ, પીપી પરમાર,ભાજપ આગેવાન ઉદયભાઈ ડવ, વિક્રમભાઈ બોરીચા, વિરાભાઈ ડવ, ગોવિંદભાઈ બોરીચા, શૈલેષભાઈ મુલાણી, વૃક્ષ પ્રેમી પાચાભાઈ બોરીચા સહિતના આગેવાનો હાજર રહી પ્રવેશ મેળવનારા ભુલકાઓનુ સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી હતી. જયારે શાળા તરફથી વિઘાથીની લખતરીયા સંધ્યા ને પ્રવેશોત્સવ કાર્યક્રમ નુ સંચાલન કરાવી શાળાએ નવતર પહેલ કરી હતી જયારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય નદાબેન, વૈશાલીબેન પટેલ, મહેશભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ, અમીતભાઈ સહિતના શાળા પરિવાર તેમજ આંગણવાડી ના બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી
જયરાજભાઈ ડવ બોટાદ