વલ્લભીપુર તાલુકાના દરેડ ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેત મજુર પરિવારના ઘરે સગર્ભાને પ્રસુતિની પીડા શરુ થતા પરિવાર દ્વારા ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો.
EMT મયુર ડોડીયા અને પાઈલોટ પ્રવીણભાઈ ગોહિલ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થયા હતા પણ આગળનો રસ્તો ઝાડી ઝાંખરા વાળો અને પગ કેડી સમાન હોય આથી ૧૦૮ના સ્ટાફ દ્વારા ડિલિવરી માટેનો જરૂરી સામાન સાથે લઈ એક કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચીયા હતા ૧૦૮ સ્ટાફ સ્થળ પર પહોંચયા
એ પહેલા ત્યાં મહિલાને ડિલિવરી થઈ ગઈ હતી EMT મયુર ડોડીયાએ માતા બાળકને જરૂરી પ્રાથમિક સારવાર આપી માતાને ડિલિવરી પછી બ્લડિંગ વધારે થતુ હોય અને બ્લડ પ્રેશર પણ ઘટતુ હોય EMT મયુર ડોડીયા એ ઝડપથી માતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ IV FLUIDS અને INJ OXYTOCIN આપી.
વલભીપુર સરકારી દવાખાને ખસેડવા માટે નીકળ્યા હતા વલભીપુર સરકારી દવાખાને પહોંચતા પહેલા માતાની તબિયતમાં સુધારો થયો હતો અને પરિવારજનોએ ૧૦૮ ના સ્ટાફનો આભાર માન્યો હતો, સાથે બોટાદ જિલ્લાના અધિકારી દિનેશ જળુ અને ઉચ્ચ અધિકારી ચેતન ગાધે સહિતના દ્વારા ગઢડા ૧૦૮ ટીમના EMT મયુર ડોડીયા અને પાયલટ પ્રવીણભાઈ ગોહિલને પ્રશંસનીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા