શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આવેલું આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાતું જગતજનની જગદંબા માં અંબાનુ પવિત્ર અને પ્રાચીન મંદિર છે. અંબાજી ગબ્બર ખાતે હાલમાં પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે અને આજે પાંચમા દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે અંબાજી મંદિરમાં કેન્દ્રીય જળ સંપાદન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દર્શન કરવા આવ્યા હતા.
કેન્દ્રીય જળ સંપાદન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો અને માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર માં સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને તેમને ગર્ભગૃહ મા માતાજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો અને માતાજીની ગાદી પર જઇને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી