કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગાંધી જયંતી નિમિત્તે ચીબોડા દૂધ મંડળી પર સ્વછતા દિવસ (રેડ ટેગ ડે) ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાબર ડેરી ના ડીરેક્ટર શ્રી જેસીંગભાઇ ,ભીલોડા તાલુકા ખરીદ વેચાણ સંઘ ના વા.ચેરમેન રામજીભાઈ પટેલ , સાબર ડેરી ના એમ.પી.ઓ. વિભાગ ના ડૉ. વી.આર.પટેલ, સુપુરવાઇઝર રાહુલભાઇ ચૌધરી , હરીનેશ્રવર પટેલ ચીબોડા દૂધ મંડળી ના ચેરમેનશ્રી જસવંતસિંહ,કારોબારી સભ્યો બલભદ્રસિંહ ચંપાવત, દૂધ મંડળીના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

પ્રસંગે સાબર ડેરી ના ડીરેક્ટર જેસીંગભાઇ , સુપરવાઇઝર રાહુલભાઇ ચૌધરી , ડૉ વી.આર.પટેલ દ્વારા દૂધ વ્યવસાયના ઉજળા ભવિષ્ય અંગે વિગતવાર માર્ગદર્શન આપી સભાસદો ને સંઘના આયોજન અંગે માહિતગાર કર્યા હતા અને પશુપાલન માં વિજ્ઞાન અને ટેકનોલોજી નો અમલ કરવા સંઘની વિવિધ યોજનાઓ નો લાભ લેવા આહવાન કર્યું હતું સાથે સાથે દૂધ ઉત્પાદકો ની પ્રગતિ માટે શુભેચ્છા આપી હતી રેડ ટેગ ડે કાર્યક્રમ અંતર્ગત ગ્રામ સફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું















