આત્મનિર્ભર ભારતની સફરમાં સહભાગી બનવા અને આવનાર વર્ષોમાં જરૂરી એવી ઈમર્જીંગ ટેકનોલોજી માટે જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવવા તેમજ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં વ્યાવસાયિક તકો ઉપલબ્ધ થાય અને બદલાતી જતી ટેકનોલોજી ને ધ્યાને લઈ રાજ્યના ઉદ્યોગો માટે આવશ્યક કૌશલ્ય તેમજ ભારત સરકારની મેક ઈન ઈન્ડિયા માટે ની નીતિને ધ્યાને લઈ ગુજરાત સરકારશ્રી દ્વારા વિવિધ સરકારી સંસ્થાઓમાં અભ્યાસક્રમોમાં વિવિધ ફેરફાર જેમ કે નવા અભ્યાસક્રમો શરૂ કરવા / બેઠકોમાં વધારો / શિફ્ટ કે સ્થગિત કરવાનું નક્કી કરેલ.
સમયની માંગ તેમજ રાજ્યના દરેક વિસ્તારના વિદ્યાર્થીઓને ICT, Computer અને IT જેવી ઈમર્જીંગ ટેકનોલોજીની વીદ્યાશાખાઓમાં અભ્યાસ કરવા બેઠકો ઉપલબ્ધ થઈ શકે તે રાજય સરકારનો મુખ્ય હેતુ છે. આ માટે વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખી સુરત ની ડૉ. એસ. & એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ ખાતે કોમ્પ્યુટર વિદ્યાશાખા માં 60 નવી બેઠકો ની મંજુરી તથા મિકેનિકલ વિદ્યાશાખા માં 60 બેઠકોના વધારા સાથે કુલ 120 બેઠકો અને ઇ. સી. વિદ્યાશાખા માં પણ 60 બેઠકોના વધારા સાથે કુલ 120 બેઠકો કરવાનો સરકારશ્રી દ્વારા આથી નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉપરોક્ત બેઠકોના વધારાથી સુરત શહેર તથા દક્ષિણ ગુજરાત ના ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ડૉ. એસ. & એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરત ના માધ્યમથી ડિગ્રી મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવશે. ઉક્ત ફેરફાર થયેલ બેઠકોને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓએ જે-તે અભ્યાસક્રમોની ચોઈસ ફિલિંગ માં ફેરફાર કરવો અત્યતં જરૂરી છે. પ્રથમ રાઉન્ડ ની બેઠકો ની ફાળવણી ઉપરોક્ત સુધારા વધારાને ધ્યાને રાખી ને કરવામાં આવશે. આ બેઠકોમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ.
ભાવેશ મુલાણી, ભરૂચ.