Latest

આજે ગાંધી જયંતી નિમિત્તે દાંતા તાલુકા અર્બુદા સેના દ્વારા રક્ત દાન કેમ્પ યોજાયો ,53 બોટલ એકઠી થઇ

 

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા આવેલા છે આ તાલુકામાં વિવિધ ગામો આવેલા છે. આજે સમગ્ર જગ્યાએ અર્બુદા સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં રક્તદાન કરવા લોકો જોડાયા હતા. દાંતા તાલુકામાં પણ અર્બુદા સેના દ્વારા બુજડે જહુ માતાજીનાં મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુંડેલ ગામે અર્બુદા સેના દ્વારા આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન સુત્રને અપનાવીને મોટી સંખ્યામાં રક્તદાન કર્યુ હતું. ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તાલુકાના લોકો પણ જોડાયા હતા.

આજરોજ ગાંધીજયંતિ નિમિતે અર્બુદાસેના દાંતા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને વડીલો, રક્તદાતાઓ તથા બ્લડબેંક ટીમ ને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.53 બોટલો એકત્રીત થઈ હતી.ભૂમિ બ્લડ બેંક દ્વારા કામગીરી સુંદર રીતે હાથ ધરવામાં આવી હતી. ગામના આગેવાનો અશ્વિનભાઈ ચૌધરી,પરથીભાઇ ચૌધરી અને શૈલેષભાઈ ચૌધરી સહીત મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયાં હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *