Latest

ગાંધીનગર સે22મા અંબાજી પદયાત્રીઓ માટે વિસામો શરૂ..ત્રીસ વરસથી વિવિધ સેવાઓનો યજ્ઞ નરેશભાઈ પટેલ અને ટીમ ચલાવી રહ્યા છે..કુલશંકર શાસ્ત્રી ના વરદહસ્તે પ્રારંભ કરાયો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભાદરવી પૂનમના દિવસે જગતજનની મા અંબા નો પ્રાગટ્ય દિન છે અને માતાજી ના પ્રાગટ્ય દિને પદયાત્રા કરીને માના દર્શન નો અનેરો લહાવો લ‌ઈ ધન્ય બનવાનું માતાજી ના ભક્તો ચૂકતા નથી.લાખોની સંખ્યામાં સંઘો પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે ખેડબ્રહ્મા દર્શન બાદ અંબાજી પહોંચી ધજા ચડાવીને ગબ્બર ચડી જ્યોત દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અને પદયાત્રીઓ ની સાથે વાત માટે પણ ઠેર ઠેર વિસામા ઓ ચાલુ કરી સેવાઓથી ધમધમી ઉઠશે છે.તા30મી ઓગસ્ટે પંચદેવ યુવક મંડળ દ્વારા ગાંધીનગર ખાતે તમામ સુવિધાઓ યુક્ત વિસામો ચાલુ કરવામાં આવ્યો છે ગાંધીનગર સેકટર /22ના પંચદેવ મંદિર ના મહંત ફુશશંકર શાસ્ત્રી ના વરદહસ્તે ચા પાણી નાસ્તો શરબત મેડીકલ સેવાઓ આરામ કરી શકે એવો વિસામો નરેશભાઈ પટેલ અને ટીમ દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે.

નરેશભાઈ સી.એમ.ઓ કાર્યાલય માં ફરજ બજાવતા નરેશભાઈ પટેલ અને ટીમ દ્વારા ત્રીસ વરસથી આ વિસામો ગાંધીનગર માં ધમધમી સેવાઓની સરવાણી વહેવડાવી રહ્યા છે.રાત દિવસ ત્રીસ વરસથી ધમધમતો આ વિસામા નો લાભ અસંખ્ય ભક્તો લ‌ઈ રહ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *