Latest

ગાંધીનગર – અમદાવાદ વચ્ચે આજથી ઈ- બસ સેવા શરૂ

ગાંધીનગર: ઇલેક્ટ્રોનિક બસનો યુગ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર અમદાવાદ વચ્ચે આજથી ઇલેક્ટ્રોનિક બસ શરૂ કરવામાં આવી છે. જેનો આજથી પ્રારંભ કરાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ પંચદેવ મંદિર, સેક્ટર -૨૨ , ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાનાં મેયરશ્રી દ્વારા આજે આ ઈ – બસને લીલી ઝંડી આપવામાં આવી.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાનાં ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, ડે. મ્યું. કમિશનર માનસત્તા મેડમ, ભાજપ અધ્યક્ષ રુચિર ભાઈ ભટ્ટ , મહામંત્રી કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગૌરાંગભાઈ પટેલ તેમજ કોર્પોરેટર શ્રી પદમ સિંહ, કૈલાશબેન સુતરીયા, કિંજલભાઈ પટેલ હાજર રહ્યા હતાં.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ૧૦ વર્ષના સમગાળામાટે ૫૦ ઇલેક્ટ્રોનિક બસો ફાળવવામાં આવી છે. જેમાંથી ૩૦ ઇલેક્ટ્રોનિક બસ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ પૂરતું ૬ બસ ગાંધીનગર – અમદાવાદ મુખ્ય પિક અપ પોઇન્ટ કૃષ્ણનગર, ઠકકર નગર, સોનીની ચાલ, ગેલેક્સી, ઇન્દિરા બ્રિજ, પાલડી, અડાલજ, ઘ – રોડ, પથિકાશ્રમ તથા સેક્ટર ૨૮/૨૯ રૂટ પર ફરશે. અમદાવાદ કૃષ્ણ નગર ખાતે ઇલેક્ટ્રોનિક બસોનું ચાર્જીંગ સ્ટેશન બનાવાયું છે. ઈ બસ શરૂ થવાથી પ્રદૂષણ મુક્ત પરિવહન મળી રહેશે અને પ્રદૂષણ ઘટશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *