ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદાની ઠેરઠેર જગ્યાએ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે ગણપતિ દાદાને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેમજ ઘણી જગ્યાએ પોત પોતાના ઘરમાં જ દાદાની સ્થાપના કરી દાદાની ભક્તિ કરવામાં આવતી હોય છે તેમજ અમુક ગામડાઓમાં પણ ગામ દીઠ દાદાને સ્થાપના કરે ગણપતિ દાદાને પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવતું હોય છે
બિરાજમાન ગણપતી દાદા ને પાંચ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ડીજે, ગુલાબ તેમજ ફટાકડા ફોડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઘોઘલાના ભાઈઓ તેમજ બહેનો દ્વારા સામુહિક રાસ લઈ ડીજે ના તાલે ઝુમી ઉઠયા હતા ત્યાર બાદ ઘોઘલા બીચ ખાતે ગણપતિ દાદાની આરતી પૂજા કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ