Latest

ગારીયાધારના રૂપાવટીનું હિન્દુ સમાજનું આંદોલન ચોથા દિવસમાં પ્રવેશ્યું

ભાવનગર
જિલ્લાના ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે એક મહિના પહેલાં એક મુસ્લિમ વ્યક્તિનું મરણ થતાં મુસ્લિમ સમાજના લોકોએ ગામમાં પોતાનું કબ્રસ્તાન હોવા છતાં હિન્દુ રહેણાક વિસ્તારની બાજુમાં તેની દફનવિધિ કરી દેતાં.

સમગ્ર હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.ગામ લોકોએ માંગ કરી હતી કે દફન કરાયેલ શબને તેની નિયત કરેલી જગ્યામાં પુનઃદફનવિધિ કરવામાં આવે આ મતલબનું આવેદન પત્ર પણ એક મહિના પહેલા સરકારી તંત્રને આપી દેવામાં આવ્યું હતું.પણ હજું સુધી તંત્રે કોઈ પગલાં લીધા નથી.


આ બાબતે ગામના અગ્રણી શ્રી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે કેટલાક હિત શત્રુઓ આ દફનવિધિ આ જગ્યાએ કરીને હિન્દુ- મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તે માટે પ્રયત્નો કરે છે.તેથી તાત્કાલિક આ શબને યોગ્ય રીતે દફન કરવાં અમો માંગ કરી રહ્યાં છીએ.

ગામના બીજા અગ્રણી શ્રી મહાવીરસિંહ ગોહિલે કહ્યું કે અમોએ આ અંગે નિભર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતાં અમારે 28 તારીખથી ઉપવાસ પર બેસવાની જરૂર પડી છે. દરરોજના લગભગ 50 વ્યક્તિઓ આમરાણાતં અમરનાથ ઉપવાસ કરે છે. જેની યાદી મામલતદાર શ્રીને સુપ્રત કરી છે. અમો ગારિયાધાર મામલતદાર કચેરીની બહાર આ અંગેનું આંદોલન ચલાવી રહ્યાં છીએ. આગામી દિવસોમાં આ પ્રશ્નને ઉકેલવામાં તંત્ર જો દૂલૅ સેવશે તો અમો આનાથી પણ વધુ ઉગ્ર પગલાં ભરીશું.

ગારિયાધાર ખાતે રોજ રુપાવટી ગામના 500 લોકો હાજર રહી પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે,ચાર દિવસથી ચાલી રહેલાં આંદોલનમાં અનેક લોકોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

આટલાં દિવસો થવાં છતાં સરકારી તંત્રએ બે જવાબદાર રીતે નિભરતા દાખવીને ગંભીર બેદરકારી દર્શાવેલ છે.સરકારના જવાબદાર લોકોએ કોઈ વિશેષ કામગીરી ન કરતા લોકોમાં નારાજગી જોવાં મળે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *