હું યાત્રા ફક્ત મનોરંજન માટે નહિ પણ ઐતિહાસિક અને ધાર્મિક જાણકારી માટે વધુ કરું છું. હમણાં જ મેં મધ્યપ્રદેશ માં આવેલી મહાકાલની નગરી ઉજ્જૈનનો પ્રવાસ કર્યો.આજે હનુમાન જ્યંતી છે એટલે ઉજ્જૈનમાં આવેલા હનુમાનજીના એવા મંદિર અને સ્વરૂપ વિશે જણાવીશ કે આ બાબત ઘણા ઓછા લોકો જાણતા હશે..
ઉજ્જૈનમાં કુલ 108 હનુમાનજીના મંદિર છે. તેમાં ગેબી હનુમાનજીનું મંદિર વિશિષ્ટ મહત્વ ધરાવે છે.કહેવાય છે સ્કંધપુરાણમાં અવંતિકા ખંડમાં આ મંદિરનો ઉલ્લેખ છે. ગેબી હનુમાનજીમાં અમિતાભ બચ્ચનથી માંડી ઘણા બધા સેલીબ્રિટીઓ આસ્થા ધરાવે છે.કહેવાય કે અમિતાભ બચ્ચનતો તેમના નિવાસ્થાને તેમની પ્રતિમા રાખીને તેમની રોજ પૂજા કરે છે.ઉજ્જૈનમાં આવેલા આ મંદિરમાં હનુમાનજી રુદ્ર સ્વરૂપમાં બિરાજમાન છે.
કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં એક વ્યક્તિને હનુમાનજી ને સપનું આવેલું કે મને કોઠીમાંથી બહાર કાઢો. સવાર પડતા જ તે વ્યક્તિએ કોઠી ખોલી તો તેમાં એક પ્રતિમા હતી. તેણે તે પ્રતિમાને મોટા થાળમાં મૂકી અને પાછા વળી જોયું તો તે કોઠી અદ્રશ્ય થઇ ગયેલી આથી આ હનુમાન દાદા ત્યાં સ્વયંભૂ પ્રગટ થયેલા છે તેવું કહીં શકાય.
જયારે તેમને કોઠીમાંથી બહાર કાઢ્યા ત્યારે તેમનું સ્વરૂપ લાલ અને તેજયુક્ત હતું આથી હનુમાનજી નું નામ ગેબી પડ્યું. આં મૂર્તિના પગની નીચે એક અહિરાવણ નામની કુળદેવીની પ્રતિમા પણ જોવા મળે છે તે કચડાયેલી સ્થિતિમાં હતી. કહેવાય છે કે એક રાક્ષસ રામ અને લક્ષ્મણની બલી ચડાવવા માટે તેની કુળદેવી અહિરાવણ પાસે લઇ ગયો હતો.. આ વાત હનુમાનજીને ખબર પડતા તેઓ ત્યાં જાય છે અને તે અસુરીશક્તિ ને પોતાના પગ નીચે કચડી કાઢે છે અને રામ લક્ષ્મણને બચાવે છે. આથી ગેબી હનુમાનના પગ નીચે તમને તે પ્રતિમા જોવા મળશે.
ગેબી હનુમાનને ડૉક્ટર હનુમાન પણ કહેવાય છે કેમ કે ગમે તેવું તૂટેલું હાડકું કે સાંધાની સમસ્યા હોય તો ત્યાં જઈને પગે લાગવાથી પીડા દૂર થાય છે.. હનુમાનજીને ચમેલીના તેલ અને હિંગુરના લેપથી શણગાર થાય છે. મેં તો સાક્ષાત જઈને દર્શન કર્યાં.ગેબી હનુમાનજીને પ્રાર્થના આ લેખ વાંચનારની મનોકામના પૂરી થાય.. ફોટો દર્શન માટે મૂકી રહી છું..
હનુમાન જ્યંતીની શુભકામનાઓ…
સૂચિતા ભટ્ટ “કલ્પનાના સુર’