Breaking NewsLatest

ઘોઘા-હજીરા રો-રો ફેરી ફરી અટકી પડી, જાણો કઇ તારીખ સુધી સર્વિસ રહેશે બંધ

 

25 જુલાઈ થી જહાજના મેઈન્ટેનન્સનું કારણ આગળ ધરી ફેરીને બંધ કરી દેવામાં આવતા હાલાકી

ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી બંધ
5 સપ્ટેમ્બર સુધી રો રો ફેરી સર્વિસ બંધ રહેશે
જહાજના મેઈન્ટેનન્સનું કારણ આપીને રો રો ફેરી સર્વિસ બંધ

રિપોર્ટર નરેશભાઈ ડાંખરા

ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફેરી 2017થી લોકોની સેવા માટે સમર્પિત કરી દેવામાં આવી છે. ત્યારે હાલ ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી બંધ થઈ છે. જહાજનું મેઇન્ટેનન્સનું કારણ આપી બંધ કરવામાં આવી છે. 25 જુલાઈ થી 5 સપ્ટેમ્બર 41 દિવસ સુધી ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવતા મુસાફરો અને ટ્રક ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

સુરતના હજીરા થી ભાવનગરના ઘોઘા વચ્ચે છે રો રો ફેરી
આ રો-પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમીના અંતર કાપતા જ પહોંચી જવાય છે. આ અંતર કાપવા માટે રોડ માર્ગે 10થી 12 કલાક થતી હતી જે હવે સમુદ્ર માર્ગે માત્ર 4 કલાક માં પહોંચી જવાય છે.

આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થઈ રહ્યું છે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક સેવાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પણ વાહન મારફતે આ સર્વિસનો ઉપયોગ કરી ઝડપથી પહોંચાડી રહ્યા છે.
ટિકિટના કેટલા ભાવ (અંદાજિત)

મુસાફર (જનરલ, એક્ઝિક્યુટિવ,લૉન્જ ક્લાસ) રૂ. 625 થી 1700
મોટરસાઈકલ રૂ. 350
કાર રૂ. 1400
ટ્રક રૂ. 8000 to 15000 ( વજન પ્રમાણે)
બસ રૂ. 5500
ટેમ્પો ટ્રાવેલર રૂ.4500
રો-પેક્સ ન માત્ર વેપારની દ્રષ્ટિએ પરંતુ મુસાફરીની દ્રષ્ટિએ પણ એક મોટું વરદાન છે. કારણ કે, સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારો દરિયાઈ મુસાફરી સાથે આરામદાયક રીતે અને ઝડપી રીતે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ શક્ય બન્યો છે. જોકે હાલ તો આ રો-પેક્સ ટેક્નિકલ કારણો(મેઇનટેન્સ)ને લઇને 5 સપ્ટેમ્બર સુધી અટકી પડી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *