Latest

ગિર ગઢડા ૧૦૮ ની ટીમે ઘરે જ પ્રસુતિ કરવી માતા અને બાળક નો જીવ બચાવ્યો.

તારીખ ૨૨/૦૭/૨૦૨૩ ના સવાર ના ૬.૩૦ વાગ્યે ગિર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે રહેતા અસ્મિતાબેન વિનોદભાઈ ને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ મા કોલ કર્યો હતો આ કોલ મળતા ની સાથે જ ગિર ગઢડા ૧૦૮ની ટીમ ના ઈ.એમ.ટી.જગદીશ મકવાણા અને પાયલોટ ધનસુખભાઈ વાજા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પર પહોંચીને ઈ.એમ.ટી.જગદીશભાઇ દ્વારા પ્રાથમિક તપાસ કરવામા આવી હતી

પણ મીનાબેન ને પ્રસુતિ નો અસહ્ય દુખાવો હોવાથી તત્કાલીન અમદાવાદ ૧૦૮ સેન્ટર ખાતે ના ડોક્ટર સાથે ફોન મા માર્ગદર્શન લઈ અને ઘટનાસ્થળે જ નોર્મલ પ્રસુતિ કરાવવાની સલાહ અને જરુરી દવા આપવામાં આવી એટલે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો

અને નજીક ની સરકારી હોસ્પિટલ દાખલ કરવામા આવ્યા હતા આમ ઘરે જ સફળતાપૂર્વક દીકરી નો જન્મ‌ થતા પરિવાર માં ખુશી ની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે ૧૦૮ ના સ્ટાફ નો આભાર માન્યો‌ હતો.ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા ના ઉચ્ચ અધિકારી મહેન્દ્ર ચૌહાણ અને જિલ્લા અધિકારી દિપક ધ્રાણા એ પણ શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *