ગીર સોમનાથ જિલ્લાના નાનાં એવા ટોબરા ગામનાં ગરીબ ખેડૂત પુત્ર એવા ડોકટર હિતેષ પંપાણીયા એ વિદેશની ઇન્ટર નેશનલ કોલેજ “સ્કુલ ઓફ મેડિસીન” બીસ્કેક (રશિયા)માં M.B.B.S. ની પરિક્ષા બાદ આખરે મેડિકલ ક્ષેત્રે M C I ની ખુબજ અઘરી પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરીને આહિર સમાજ નું તેમજ ગુજરાતનુ ગૌરવ વધારેલ છે.
૧૯ જૂન ૧૯૯૬માં જન્મેલ આ ડોકટર હિતેષ પંપાણીયા એ ડોકટર બનવાનું સપનું સાકાર કરવા અનેક સંઘર્ષ સાથે માન અપમાન શહન કરેલ, કારણ કે આ ખર્ચાળ શિક્ષણ પાછળ ખર્ચ કરવા અસમર્થ હોવા થી શેક્ષનિક લોન માટે સમાજ આગળ તેમજ બેન્કો આગળ વિનંતી કરવાં છતા નિષ્ફળતા મળેલ જેથી આખા પરીવાર માં નિરાશા વ્યાપી જતા અને તેની જાણ આહિર સમાજનાં આગેવાન એવા ભગુભાઈ વાળા ને થતા તેમનાં પરીવારની મુલાકાત લઈ આશ્વાસન આપી આભિયાસ અર્થે જે કાંઈ આર્થિક સહયોગ પુરો પાડવાની ખાત્રી આપતા
આ પરિવારે રાહતનો દમ લીધો હતો અને ડોકટર હિતેષ પંપાણીયા એ હવે કદાચ ડોકટર બનવાનું સપનું સાકાર થશે એવો આશાવાદ સાથે રાત – દિવસ એક કરીને ખુબજ હિંમત હાર્યા વગર સંઘર્ષ જાળવી રાખીને આખરે પોતે સેવેલ ડોકટર બનવાનું સપનું સાકાર કરવામાં સફળતા મેળવતા તેમનાં સગા સબંધી તથા મિત્ર સર્કલમાં આનંદ ની લાગણી ફેલાય આવેલ છે
રીપોર્ટ નિલેષ ઢીલા