સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ત્રણ માર્ગો માટે 11.30 કરોડ મંજૂર
વાદ નહિ વિવાદ નહિ વિકાસ સિવાય વાત નહીનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરતા કસવાળા
લીલીયા ક્રાંકચના રોડ સ્લેબ ડ્રેઈનના 425 લાખ, લીલીયા પાંચ તલાવડા રોડ 580 લાખ, પાલીતાણા જેસર સાવરકુંડલા રોડ મેશનરી સ્લેબ ડ્રેઈનના 125 લાખ મંજૂર
સાવરકુંડલા
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક માં ચૂંટાઈ ને આવેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ 2 વર્ષના ટુંકા ગાળામાં ગ્રામીણ ગામડાઓના માર્ગોને નવીનીકરણ કરવા વિકાસની નવતર કેડી કંડારી છે ને વિકાસના લક્ષ સાથે માત્ર રોડ રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ટો સરકારશ્રી માંથી મંજૂર કરાવવામાં અવ્વલ ધારાસભ્ય કસવાળા માર્ગ મકાન સ્ટેટ હસ્તકના 3 રોડ પર મંજૂરીની મહોર સરકારશ્રીની લાગી છે
ત્યારે અમરેલી લીલીયા ક્રાંકચ માર્ગ પર જુદા જુદા જગ્યાઓમા રૂ.૪૨૫ લાખના સ્લેબ ડ્રેઈનો બનશે જ્યારે લીલીયા પાંચતલાવડા રોડમા રૂપિયા 580 લાખનું સ્લેબ ડ્રેઈનનું કામ થશે,
પાલીતાણા જેસર સાવરકુંડલા રોડ મેશનરી સ્લેબ ડ્રેઈનના વધારાના કામ રૂ.૧૨૫ લાખ મળીને કુલ 11.30 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હોય ત્યારે ગામડે ગામડે માર્ગો સુંદર અને રળિયામણા બને તેવા અભિગમને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવવામાં ધારાસભ્ય મહેશ કસવાળાએ કમર કસી હતી જેમાં સફળતા મળતા ગ્રામીણ ગામડાઓના સ્થાનિકોની અગવડતાને સગવડતામાં સિદ્ધ કરી બતાવી હોવાની સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.