Latest

GPCB-CPCB ને અનેકવાર ફરિયાદો છતાં અંબુજા દ્વારા ફેલાતું હવા,પાણી,ધ્વનિ પ્રદૂષણ યથાવત,ગ્રામજનો ત્રાહિમામ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા જળ,ધ્વનિ અને હવા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા પાંચ વર્ષથી હવા પ્રદૂષણમાં ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે

જેથી વડનગર ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તે સંદર્ભમાં યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બાદ હવે ગીર સોમનાથ કલેકટર મુખ્યમંત્રી,રાજ્યપાલ તેમજ કોડીનાર મામલતદારને હવા પ્રદૂષણથી થતા લ્યૂપસ નામના ગંભીર રોગ વિશેના તાજેતરના અભ્યાસને ટાંકીને ફરિયાદ કરવામાં આવી છે,

ઉલ્લેખનીય છે કે ભાવેશભાઈ સોલંકી દ્વારા અંબુજા દ્વારા ફેલાવાતા પ્રદૂષણ બાબતે ૨૦૨૨ થી સતત લડત ચલાવવામાં આવી રહી છે યુવા અગ્રણીની ફરિયાદ બાદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૧૭.૦૫.૨૦૨૪ તેમજ ૨૬.૦૭.૨૪ ના રોજ GPCB ને પત્ર પાઠવી સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવેલ પરંતુ ત્રણ મહિના બાદ પણ GPCB દ્વારા સ્થળ તપાસ ન કરતા યુવા અગ્રણીએ ગંભીર આક્ષેપો કરતા આશંકા વ્યક્ત કરી હતી કે ૧૭.૦૫.૨૪ના રોજ CPCB દ્વારા GPCB ને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ,પરંતુ ત્યારે ચોમાસા (વરસાદ)ની શરૂઆત થઈ ન હોવાથી GPCB દ્વારા એ રાહ જોવામાં આવી રહી હોઈ એવું લાગી રહ્યું છે કે વરસાદ આવી ગયા બાદ સ્થળ તપાસ કરશું

જેથી કરીને ખેડૂતોના ખેતી પાકો અને મકાનની છત પર એકઠું થયેલ કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલ ડસ્ટિંગ વરસાદના પાણીના કારણે ધોવાય જાય/સાફ થઈ જાય અને અંબુજા ફેક્ટરીને બચાવી શકાય અનેક ફરિયાદો બાદ પણ GPCB દ્વારા છેલ્લા બે-ત્રણ વર્ષથી કોઈ કડક પગલાં લેવાના બદલે માત્ર નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવી અંબુજા સિમેન્ટ કંપની/ફેકટરીને એનકેન પ્રકારે છાવરવામાં આવી રહી હોઈ એવા આક્ષેપો સાથે ગીર સોમનાથ કલેકટર,મામલતદાર કોડીનાર મુખ્યમંત્રી ગુજરાત રાજ્યપાલ ગુજરાતને હવા પ્રદૂષણથી થતા ગંભીર રોગો વિશેની માહિતી ટાંકીને પત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે વડનગર ગ્રામજનોને ન્યાય આપવા જણાવ્યું છે

વિશેષમાં અખબારી યાદીમાં યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે શું રાજકોટ અગ્નિકાંડ થયા બાદ તંત્ર અને સરકાર જાગી હતી એવી જ રીતે અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા ફેલાવાતા પાણી અને હવા પ્રદૂષણથી પણ કોઈ મોટી દુર્ઘટનાઓ(સમગ્ર ગામ રોગનો ભોગ બનશે) બને તેની રાહ જોવામાં આવી રહી છે આવનારા સમયમાં વડનગર ગામમાં મોટા પ્રમાણમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓ,ખેતી અને પશુપાલન ખતમ થશે તો તેના માટે ગીર સોમનાથ જિલ્લા તંત્ર GPCB CPCB અને ગુજરાત સરકાર જવાબદારી લેશે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *