ગુજરાતમાં પણ ACPC દ્વારા ડીપ્લોમા થી ડીગ્રી, ME, MBA જેવા પ્રોફેશનલ કોર્સ માટે એડમીશનનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ સરકારી ડીપ્લોમા અને ડીગ્રી ઇજનેરી કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમોના રિસ્ટ્રકચરિંગનો ઠરાવ કરવામાં આવ્યો છે.
પંરતુ GTU ના અવિચારી પરીક્ષા કાર્યક્રમના કારણે હજુ સુધી ફાઈનલ સેમેસ્ટર પૂરું કરી દીધું હોય પરંતુ આગળના સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષાનું પરિણામ ના આવ્યું હોવાથી અથવા પરીક્ષા બાકી હોવાથી અંદાજિત 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે એડમીશન મેળવવા માટે તકલીફ પડવા ની શક્યતાઓ રહેલ છે.
ડીપ્લોમા કોલેજ નાં લાસ્ટ યર નાં વિદ્યાર્થીઓ ની પરીક્ષા ૧ જુલાઈ થી ચાલુ થઈ 19 જુલાઈ ની આસપાસ પતશે. એના પછી પેપર ચેક થશે પછી યુનિવર્સિટી દ્વારા રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને આ માટે ઓછાં માં ઓછાં ૨૦ થી ૨૫ દિવસ થઈ શકે છે જેથી ડિપ્લોમા થી ડિગ્રી પ્રવેશ માટે ઇચ્છુક અંદાજિત 3000 થી વધુ વિદ્યાર્થીઓની તકલીફ સહન કરવી પડશે એવું લાગી રહ્યું છે.
ઘણા વિધાર્થીઓ ને ગુજરાત બહાર કે ફોરેન વધુ અભ્યાસ માટે જવુ હશે તો તેમજ કંપની માં જોબ માટે જોઇન કરવા ઇચ્છુક હોય એમને પણ આવા અણ વહિવટ નું સહન કરવાની શક્યતા રહેલ છે.
જીટીયુ આશરે ત્રણ મહિના જેટલા લાંબા સમય સુધી પરીક્ષા લીધા રાખે છે, તેમ છતાં પરીક્ષાના અણધડ આયોજનના કારણે એકેડેમીક કેલેન્ડર યોગ્ય રીતે બનતું નથી જેના પરિણામે આજે અનેક વિદ્યાર્થીઓ તકલીફ વેઠી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા આ બાબતે વારંવાર GTU ના સત્તાધીશોને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી .
કાયમી પરીક્ષા નિયામક વિના જ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી વર્ષોથી ચાલી રહી છે, જેનું નુકસાન વિદ્યાર્થીઓને ઉઠાવવું પડી રહ્યું છે.
તેની સરખામણીમાં ગુજરાત મોટા ભાગની અન્ય યુનિવર્સિટીમાં તમામ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલેકે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમના આયોજનનો જ લાભ મેળવી રહ્યા છે.
GTU સાથે સંળાયેલા કૉલેજના અધ્યાપકોનું માનવું છે કે આવા બધા કારણોને કારણે દિન પ્રતિદિન જીટીયુને સંલગ્ન કોલેજોમાં એડમિશન ઘટી રહ્યા છે તથા ખાનગી યુનિવર્સિટીની કોલેજોમાં નવા વિદ્યાર્થીઓ વળી રહ્યા છે.
જો રેગ્યુલર અને રેમેડીયલ પરીક્ષાઓ અલગ અલગ સમયે યોજવામાં આવે તો આ મુશ્કેલીનું નિવારણ શક્ય બને તેમ છે. રેગ્યુલર પરીક્ષાઓ સેમિસ્ટરના અંતે યોજાય તથા રેમેડિયલ પરીક્ષાઓ સેમિસ્ટરની વચ્ચે યોજાય તો વિદ્યાર્થીઓને ઘણી રાહત અને ફાયદો થઈ શકે તેમ છે. વહેલું રીઝલ્ટ આવવાથી જીટીયુના વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની બરાબરીમાં ઉચ્ચ અભ્યાસ માટે તેમજ નોકરી માટે સિલેક્ટ થઈ શકે તેમ છે.
હાલમાં જીટીયુ 5 માસ કરતાં વધુ સમયથી માત્ર કાર્યકારી કુલપતિ અને વર્ષોથી કાર્યકારી પરીક્ષા નિયામક દ્વારા ચલાવાય છે. આમ GTU સાથે સંકળાયેલા એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલમાં તો ધૂંધળું દેખાય છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.