પ્રદેશ – જિલ્લા — ઝોન — મહિલા વિંગ ની હાજરી ના અધિવેશન અધ્યક્ષ પદે શ્રી શંકરભાઈ ચૌધરી ની હાજરી..
રાજસ્થ મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, જુદા જુદા સંગઠન હોદ્દેદારો ની મોટી હાજરી અને સન્માન..
વાવ-થરાદ જિલ્લાનાં મુખ્ય મથક થરાદ ખાતેના માર્કેટિંગ યાર્ડ ના હોલમાં એમના યજમાનપદે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય મહા અધિવેશન ઉત્સાહભેર યોજાયું હતું. આ અધિવેશનનું આયોજન વાવ થરાદ જિલ્લા ના નવનિયુક્ત પ્રમુખ હાજાજી રાજપૂત અને પ્રદેશ ઉપ્રમુખશ્રી જગદીશસિંહ પરમાર ની જહેમત અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
અધિવેશનની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી, રાષ્ટ્રીય ગીત સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત ના પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ મહિલા વિંગ ના ઈનચાર્જ અધ્યક્ષ શ્રીમતિ મીનાક્ષીબેન મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ થરાદના સમાજના શ્રેષ્ઠીઓ, વિવિધ સમાજોના પ્રમુખો, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના આગેવાનો, ભાજપના જિલ્લા પ્રમુખ, ગૌમાતા સંચાલન કરતા પ્રમુખ સહિત અનેક રાજસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ મહા અધિવેશનમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ જેમ કે સુરત, વડોદરા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દ્વારકા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા. સાથે જ પ્રદેશ મંત્રી, જોન પ્રભારી, જિલ્લા પ્રમુખો, મહિલા વિંગ અને પત્રકારોની પણ નોંધપાત્ર હાજરી રહી હતી.
અધિવેશન દરમિયાન ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા થરાદ જિલ્લાના નવી જિલ્લા કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેની સત્તાવાર જાહેરાત અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાતને ઉપસ્થિત પત્રકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમના અંતે તમામ પત્રકારોને સ્મૃતિચિહ્નરૂપે ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પાઘડી અને સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ શ્રી હાજાજી રાજપૂત નું પણ વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
અધિવેશન બાદ તમામ ઉપસ્થિત મહેમાનો અને પત્રકારો માટે સ્વરુચિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન બાદ સૌને આયોજક ટીમ દ્વારા ગિફ્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું, સૌએ આનંદપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર પત્રકારો વાવ થરાદ નવનિયુક્ત જિલ્લા ને નવોઢા જેમ શણગારી રાષ્ટ્રીય પર્વની ઉજવણી ની તૈયારી જોવા લોકો ચક્કર લગાવતા જોવા મળ્યા હતા.જે અવસર ની પૂર્વ તૈયારી ની ઝાંખી ગુજરાતભરમાંથી આવેલા હોદ્દેદારો એ પણ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ પત્રકારોની એકતા, પત્રકારોના પરિવારની ચિંતા, પત્રકારો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના કાર્યક્રમો ઉપરાંત ગિફ્ટ અને 10 લાખ નો અકસ્માત વીમો સંગઠન તરફથી આપવાની જાહેરાત પ્રદેશ અધ્યક્ષે કરી હતી.સંઘર્ષ અને સન્માનનો ઉત્તમ દાખલો સાબિત થયો હતો. આ કાર્યક્રમમાં ખાસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારો ની સ્થિતિ ની સમીક્ષા થતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી નવાઈ પામ્યા હતા કોઈ રાજકીય પાર્ટી જેવું પિરામિડ સંગઠન,આટલી સંખ્યા ને પત્રકારની તેમજ તેના પરિવારની ચિંતા ની વાત ખૂબ ગમી હતી..

કાર્યક્રમ ના અંતે કાર્યક્રમ ના સર્વોપરી,આયોજક અને પ્રદેશ ટીમના એક વિશ્વાસુ યોદ્ધા એવા જગદીશસિંહ પરમારે કરી હતી.
















