Latest

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમ્યાન પાર્ટી પ્લોટ માં યોજાતા ગરબા ના સિઝન પાસ અને ડેઈલી પાસ પર 18% GST લગાડવામાં આવતા મોરબી માં આમ આદમી પાર્ટી એ ગરબા રમી વિરોધ કર્યો.

 

અહેવાલ અભિષેક પારેખ ( જી. એકસપ્રેસ ન્યુઝ મોરબી)

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં થતા ગરબી આયોજનમાં આવતી ટીકીટ પર રાજ્ય સરકાર દ્વારા 18 ટકા જીએસટી લગાવતા રાજ્યમાં વિરોધનો વંટોળ શરુ થયો છે જીએસટી લાગવાથી ટીકીટના દર વધશે જેના કારણે ખેલૈયામાં રોષની લાગણી છે બીજી તરફ ગરબા આયોજકો પણ મુઝવણમાં મુકાયા છે.

ત્યારે રાજકીય પક્ષ આ મુદાને લઇ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કરવામાં આવ્યું છે. મોરબીના રવાપર રોડ ખાતે આવેલ બાપા સીતારામ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગરબા રમીને વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર પર હિન્દૂ ધર્મના દેવીઓ ના નવરાત્રી પર્વ પરના સાંસ્કૃતિ કાર્યકામો પર 18% GST લગાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચડી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તાત્કાલીક જીએસટી પરત નહી ખેચે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *